________________
વિનયશ્રુત
નેધ : ગુરુ કે શિષ્ય બન્ને સાધક દશામાં હેઈ ભૂલને પાત્ર છે. પરંતુ અહીં શિષ્ય કર્તવ્ય જ બતાવ્યું છે. (૧૪) પૂછવા સિવાય ઉત્તર ન આપ. પૂછે તો હું ન બોલવું. ક્રોધને શાંત
કરી અપ્રિય વાતને પણ પ્રિય બનાવવી. (૧૫) પિતાને આત્મા જ દમ જોઈએ, કારણ કે આત્મા એ જ દુખ્ય છે.
આત્મ–દમન કરવાથી આ લોક અને પરલોકમાં પણ સુખી થવાય છે. (૧૬) “તપ અને સંયમથી મારા આત્માને દમ તે જ ઉત્તમ છે. હું બીજા
બંધન કે મારથી રખે દમાઉં !' ગોંધ : આ લેક સ્વયં આપણું પર ઉતારવાનું છે. સંયમ અને તપથી શરીરનું દમન થાય છે તે સ્વતંત્ર હોય છે. પણ અસંયમ અને સ્વછંદથી ઉપસ્થિત થતું દમન પરતંત્ર અને તેથી વધુ દુઃખદ થઈ પડે છે. (૧૭) વાણી કે કર્મથી, છાની રીતે કે પ્રગટરૂપે કદી પણ જ્ઞાનીજને (ગુરુજનો)
સાથે વૈર ન કરવું. મહાપુરુષો પાસે બેસવાની શિષ્ટતા બતાવે છે ? (૧૮) ગુરુજનોની પીઠ પાસે કે આગળ પાછળ ન બેસવું. તેમ એકદમ પાસે
બેસી પગ સાથે પગ ન અડાડવા. વળી શયા કે પિતાના આસન પર
બેસીને પ્રત્યુત્તર ન આપ. (૧૯) ગુરુજનેની પાસે પગ પર પગ ચડાવી ને બેસવું કે પગના ગાંઠણ છાતી
પાસે રાખી હાથ બાંધી ન બેસવું. પગ ફેલાવીને પણ ન બેસવું. () આચાર્ય બેલાવે તે કદી મીંઢ (મૌન) ન થવું. મુમુક્ષુ અને ગુરુકૃપાના
ઈચ્છકે તરત જ તેમની પાસે જવું. (૨૧) આચાર્ય ધીમે કે જોરથી બોલાવે ત્યારે કદી પણ બેસી ન રહેતાં વિવેક
પૂર્વક પિતાનું આસન છોડીને ધીર પુરુષે તેમની પાસે જઈને સાંભળવું. (૨૨) શયામાં કે આસને રહીને કદી પૂછવું નહિ. ગુરુ પાસે આવી હાથજોડી
- નમ્રતાપૂર્વક બેસી કે ઊભા રહીને સમાધાન કરવું. (૨૩) આવા વિનયી શિષ્યને સૂત્રવચન અને ભાવાર્થ બને વસ્તુ અધિકાર મુજબ
ગુરુએ સમજાવવી (એ ગુરુધર્મ છે). ભિક્ષુઓએ વ્યવહાર કે રાખે તે બતાવે છે : (૨૪) ભિક્ષુએ ખોટું ન બોલવું કે નિશ્ચયાત્મક વચન ન કહેવાં. ભાષાના
દેષને છોડી દેવો અને કપટને પણ છોડી દેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org