________________
ર૦ર
ઉત્તરાયયન સુત્ર નોંધઃ નિમિત્તને અર્થ નિમિતશાસ્ત્ર પણ થાય છે. તે એક તિષનું અંગ છે. તે ખોટી રીતે જોઈ બીજાને ઠગતે હેય તે માણસ પણ આસુરી ભાવનાને પોષે છે. (૨૬૫) ૧. શસ્ત્રગ્રહણ [તલવાર વગેરેથી મરવું] ૨. વિષભક્ષણ [ઝેર ખાઈને
મરવું], ૩. જ્વલન [આગમાં બળી મરવું], ૪. જલપ્રવેશ [પાણીમાં મરવું] કે ૫. અનાચારી ઉપકરણે [કુટિલ કાર્યોનું સેવન કરવાથી જીવાત્મા
અનેક પ્રકારના નવા જન્મ—મરણે ઉત્પન્ન કરે છે. નંધ: અકાળ મરણથી છવાત્મા છૂટવાને બદલે બમણું બંધાય છે. (૨૬૬) આ પ્રમાણે ભવસંસારમાં સિદ્ધિને આપનાર એવાં ઉત્તમ પ્રકારનાં છત્રીસ
અધ્યયનને સુંદર રીતે પ્રગટ કરીને કેવળજ્ઞાની ભગવાન જ્ઞાતપુત્ર આત્મશાંતિમાં લીન થયા.
ધઃ જીવ અને અજીવ એ બનેના વિભાગે જાણવા જરૂરી છે. પછી નરક અને પશુછવનમાં દુઃખ, સ્વર્ગ અને મનુષ્ય જીવનમાં સુખદુઃખ આદિ અનેક અવસ્થાવાળા આ વિચિત્ર સંસારમાંથી કેમ છૂટી શકાય તે ઉપાય અજમાવવાની તાલાવેવી લાગે છે. આવી તાલાવેલી પછી દુ:ખમાં પણ સુખ, વેદનામાં પણ શાંતિ અને સંતોષ વિકસતાં જાય છે.
એમ કહું છું: એમ જીવાજીવ વિભક્તિ સંબંધી છત્રીસમું અધ્યયન સમાપ્ત થયું.
૩% શાન્તિ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org