________________
ઉત્તરાધ્યયન સૂત્ર એ ખડ ન થઈ શકે પણ સ્કંધ સાથે જોડાયેલો હોય તો તેને પ્રદેશ કહેવાય છે. અને તે સૂક્ષ્મ ભાગ સ્કંધથી અલગ થઈ જાય તે તેને પરમાણુ કહેવાય છે. (૭) (ક્ષેત્રનું વર્ણન :) ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બન્ને દ્રવ્યનું ક્ષેત્ર
લેક પ્રમાણે છે અને આકાશાસ્તિકાયનું ક્ષેત્ર સંપૂર્ણ લેક અને અલમાં પણું છે. સમય (કાળ)નું ક્ષેત્ર મનુષ્યક્ષેત્રના પ્રમાણ જેટલું છે (એટલે કે
૪૫ લાખ જન સુધી છે. (૮) (કાળનું વર્ણન :) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ
ત્રણે દ્રવ્ય કાળની અપેક્ષાએ અનાદિ અને અનંત એટલે કે દરેક કાળમાં
સાશ્વત છે એમ કહ્યું છે. (૯) સમય કાળ પણ નિરંતર પ્રવાહની અપેક્ષાએ અનાદિ અને અનંત છે. પણ
કેઈ કાર્યની અપેક્ષાએ તો આદિ અને અંત સહિત છે. : (૧૦) સ્કંધો, સ્કંધના દેશે, તેના પ્રદેશ અને પરમાણુઓ એ રૂપી (જડ) પદાર્થો
ચાર પ્રકારનાં જાણવા. (૧૧) દ્રવ્યથી જ્યારે પરમાણુ યુગલે એકઠાં મળે તે સ્કંધ ગણાય છે અને અલગ
અલગ હોય ત્યારે પરમાણુઓ કહેવાય છે. અને ક્ષેત્રથી કંધે લેકના દેશ. અને વ્યાપી અને પરમાણુ આખા લેકવ્યાપી જાણવાં. હવે સ્કંધાધિક પુગલની કાળસ્થિતિ ચાર પ્રકારે કહું છું.
નોંધ : લેકના એક દેશમાં એટલે કે એક આકાશપ્રદેશમાં સકંધ હોય અને ન પણ હોય. પણ પરમાણુઓ તે અવશ્ય હેય. (૧૨) સંસાર પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અનંત છે. પણ રૂપાંતર
અને સ્થિતિની અપેક્ષાએ આદિસહિત અને અંતસહિત છે. (૧૩) એક ઠેકાણે રહેવાની અપેક્ષાએ તે રૂપી અજીવ પુગલેની સ્થિતિ એાછામાં
ઓછી એક સમય અને વધુમાં વધુ અસંખ્યાત કાળ સુધીની સ્થિતિ તીર્થ".
કરેએ વર્ણવી છે. (૧૪) તે રૂપી અજીવ પુગલો પરસ્પર વિખૂટા પડી ફરીથી મળે તેનું અંતર
ઓછામાં ઓછું એક સમયનું અને વધુમાં વધુ અનંત કાળ સુધીનું
હોય છે. (૧૫) (હવે ભાવથી અજીવરૂપી પુગલના ભેદો કહે છે ) વર્ણથી, ગંધથી, રસથી,
સ્પર્શથી અને સંસ્થાન (આકૃતિ)થી એમ તેઓના પાંચ પ્રકારે જાણવા. (૧૬) વર્ણથી પરિણામ પામેલા તે પુગલના પાંચ પ્રકારો હો છે. ૧. કાળા,
૨. લીલા, ૩. રાતા, ૪. પીળા અને ૫. ધોળા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org