________________
અણગારાધ્યયન
૨૫ (૩) તે જ પ્રમાણે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, અપ્રાપ્ત વસ્તુઓની
ઈરછા અને મેળવેલાને પરિગ્રહ એ પ્રમાણે આ પાંચ સ્થાને સંયમીએ
છેડી દેવાં. (૪) ચિત્રવાળું પુષ્પ અને અગરચંદનના ધૂપથી સુગંધિત, સુંદર શ્વેત વસ્ત્રના
ચંદરવાથી શણગારેલું અને સુંદર કમાડવાળું એવું મને હર ઘર ભિક્ષુ
મનથી પણ ઈચ્છે નહિ. ' ધ : આવા સ્થાને ન રહેવા માટે જે કહ્યું છે તેનું ખાસ કારણ એ છે કે બહારનું સૌંદર્ય પણ કેટલીક વખત જેવાથી બીજકરૂપે રહેલા વિકારાદિ દોષોને *ઉત્તેજિત કરવામાં નિમિત્તરૂપ થાય છે. (૫) તેવા ઉપાશ્રયમાં ભિક્ષુને ઈદ્રિયોને સંયમ કઠિન થઈ પડે છે. કારણ કે
સ્થાન કામ અને રાગનું વૃદ્ધિકારક છે. ' (૬) માટે સ્મશાન, સૂનું ઘર કે વૃક્ષના મૂળમાં અથવા ગૃહસ્થીઓએ પિતાને
માટે બનાવેલાં સાદા એકાંત મકાનમાં ભિક્ષુએ રાગદ્વેષથી રહિત થઈ વાસ કરવો.
નોંધ : તે કાળમાં દરેક ભાવિક ગૃહસ્થ પિતા પોતાની ધર્મક્રિયા કરવાનું એકાંત સ્થાન પિતાના ઘરથી અલગ રાખતા હતા. (૭) જે સ્થાનમાં બહુ જીવોની ઉત્પત્તિ ન હોય, પિતાને કે પરને પીડાકારક ન
હોય અને સ્ત્રીઓથી વ્યાપ્ત ન હોય તે સ્થાનને વિષે જ પરમ સંયમી,
ભિક્ષુને રહેવું કલ્પ (તેવા સ્થાને રહેવું જોઈએ). (૮) ભિક્ષુ ઘરે કરે નહિ કે બીજા દ્વારા કરાવે નહિ, કારણ કે ઘર કરાવવાની
ક્રિયામાં અનેક જીવોની હિંસા થાય છે. (૯) જેમાં સૂક્ષ્મ અને સ્થળ એવા સ્થિર અને હાલતા ચાલતા જીવોની ગૃહ
કાર્યમાં હિંસા થાય છે. તેથી સંયમીએ ઘર બંધાવવાની ક્રિયા છેડી દેવી. (૧૦) તે જ પ્રમાણે આહાર, પાણીને રાંધવામાં કે રંધાવવામાં પણ (પૃથ્વી,
પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ ઇત્યાદિ) અનેક જીવને વધ થાય છે. તેથી
તે પ્રાણુઓની દયા ખાતર પિતે રાંધે નહિ તેમ રંધાવે પણું નહિ. (૧૧) જળ, ધાન્ય, પૃથ્વી અને કાષ્ટને આશ્રયે રહેલા અનેક આહારપાણી
પકવવામાં હોય છે માટે ભિક્ષુએ તે પકાવવું નહિ. ' (૧૨) સર્વ દિશામાં શસ્ત્રની ધારાની પેઠે ફેલાયેલું ઘણું જીવોને નાશ કરનાર . જ્યોતિ (અગ્નિ) સમાન એક પણું શસ્ત્ર નથી માટે સાધુએ અમને ઉદ્દીપન
કરવી નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org