________________
(ત્રીજી આવૃત્તિ વિષે થોડું એક )
જૈનસૂત્રોમાં મૂળ તરીકે ઓળખાતાં સૂત્રોમાં શ્રી ઉત્તરાધ્યયન'નો સમાવેશ છે. જે દરેક શ્વેતાંબર સંઘોને સર્વમાન્ય છે. ઘણાં જૈન ભાઈબહેનો આ સૂત્રને ખાસ કંઠસ્થ કરી નાખે છે. કેટલેક સ્થળે દિવાળીના દિવસોમાં આનું વાંચન ચાલે છે. ભગવાન શ્રી મહાવીર સ્વામીએ છેલ્લા ચોમાસામાં જે અંતિમ ઉત્તરો અને બોધ આપ્યાં તે અહીં આપવામાં આવ્યાની માન્યતા સર્વમાન્ય હોવાથી મહાવીર નિર્વાણદિને આનો વાચન મહિમા ખાસ રહેલો જણાય છે. આ સૂત્રમાં એવું વૈવિધ્ય અને લગભગ ચારે અનુયોગનું એટલું સુંદર સંકલન છે કે તેને વાંચવાનું હિંદી સંસ્કૃતિના કોઈપણ ધર્મપ્રેમીને ગમે છે. એમાંની વાર્તાઓ પણ ઘણી આકર્ષક છે.
આ ગ્રંથ આજે વર્ષો પછી ત્રીજી આવૃત્તિમાં છપાય છે. બીજી આવૃત્તિ વિષે છોડું એક લખાયું તે વખતે જે વિસ્તીર્ણ યોજના અપાયેલી, તે સ્થગિત જ થઈ ચૂકી. વર્ષોથી લક્ષ્મીચંદ સંઘવી કાયમી મંત્રી રહ્યા છે. એ એમની સરળ પ્રકૃતિનો નમૂનો ગણાય. બુધાભાઈ જૈનમુનિ થવાને કારણે તથા જૂઠાભાઈ બીજા અનેક વ્યવસાયોને કારણે સંસ્થાથી મુક્ત થયા છે. છતાં તે બન્નેની પોતપોતાની મર્યાદામાં સહાનુભૂતિ રહ્યા જ કરી છે. તે સંસ્થા માટે સૌભાગ્યની વાત છે. જમ્ રવાણી તથા તારક રવાણી વર્ષોથી છૂટા થયા છે. પરંતુ ભાલ નળકાંઠા પ્રયોગને કારણે જે વિશાળ એવો સર્વધર્મપ્રેમી સમાજ ઊભો થયો છે, તેને લીધે “ મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર' સંસ્થાને સારું એવું કૌટુંબિકભાવનું જૂથ અનાયાસે મળી ગયું છે.
અલબત્ત સંસ્થાએ સસ્તાપણાનો જે આગ્રહ રાખેલો તેમાં વેચાણ વ્યવસ્થાની જોઇએ તેટલી સગવડ ન હોવાને કારણે તે આગ્રહને બદલે કમિશનની પ્રથાની છૂટ ક્ષમ્ય માનવી પડે છે. બીજી પ્રકાશન સંસ્થાઓને પણ અમુક શરતોએ જૂનું નવું છપાનારું સાહિત્ય અપાયું છે ને અપાતું જાય છે. એ વાચકોને જ્ઞાત રહેતે ખાતર જણાવી દેવું ઉચિત ગણાશે. તા. ૧૧-૧૦-૫૮ ઘાટકોપર સ્થા. જૈન ઉપાશ્રય.
“સંતબાલ ઉત્તરાધ્યયન [ ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org