________________
૨૩૪
ઉત્તરાદયયન સુત્ર
નેધ : આઠ કર્મો જેમ દ્રવ્યની અપેક્ષાએ અનંતસંખ્યામાં છે તેમ ક્ષેત્રથી. છએ દિશામાં વહેંચાયેલાં છે. (૧૯-૨૦) તે આઠ કર્મો પૈકી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય
કર્મોની ઓછામાં ઓછી સ્થિતિ અંતમુહૂર્ત અને વધારેમાં વધારે તેત્રીસ કોડા કેડી સાગરોપમ હોય છે.
iધ : વેદનીય કર્મના બે ભેદમાં સાતવેદનીય કર્મની સ્થિતિ પંદર કોઠાક્રોડી સાગરોપમ હોય છે. સાગરેપમ એટલે સાગરની માફક ઉપમાવાળા, અર્થાત મોટી સંખ્યાવાળી સ્થિતિનું કાળપ્રમાણ છે. (૨૧) મોહનીય કમની કાળસ્થિતિ ઓછામાં ઓછી અંતર્મુહર્ત કાળની અને
વધારેમાં વધારે સીત્તોર ક્રોડા ક્રોડી સાગરોપમની કહી છે. (૨૨) આયુષ્ય કર્મની સ્થિતિ જઘન્ય (ઓછામાં ઓછી) અંતમુહૂર્ત કાળની
અને વધુમાં વધુ તેત્રીસ સાગરેપમની કહી છે. (૨૩) નામ કર્મ અને ગોત્રકર્મ એ બને કર્મોની ઓછામાં ઓછી કાળસ્થિતિ
આઠ અંતર્મુહૂર્તની છે અને વધુમાં વધુ વીસ કોડા ક્રોડી સાગરોપમની છે. (૨૪) સર્વ કર્મ સ્કંધના અનુભાગ (પરિણામો કિંવા રસો)નું પ્રમાણ સિદ્ધગતિના.
અનંત જીવોને અનંતમે ભાગે એાછું હોય છે. પરંતુ જે તે સર્વ કર્મનાં પરમાણુઓની અપેક્ષા લઈએ તે બધા (સંસારી અને સિદ્ધ) જીવો કરતાં પણ અધિક હોય છે.
નોંધ : સ્કંધ તો સંખ્યાત, અસંખ્યાત કે અનંત પરમાણુઓના બને છે. અને તેથી તેની સંખ્યા ઘણું ન્યૂન હોય છે, અને પરમાણુઓ તે લેક વ્યાપ્ત અને પ્રમાણમાં અનંતાનંત હોય છે. તેથી તેની સંખ્યા સૌથી અધિક થાય છે. જે પદાર્થથી સંખ્યા જ અનંત હોય તો તેના અનુભાગોની સંખ્યા અધિક હોય, તે તે સ્વાભાવિક જ છે. ૨૫) માટે એ બધાં કર્મોના રસોને જાણીને એ કર્મોને બાંધે નહિ અને બંધાયેલાં
કર્મોનો ત્યાગમાં ડાહ્યો સાધક સતત ઉપગ રાખે.
ધઃ કર્મનાં પરિણામ તીવ્ર ભયંકર છે. કર્મવેદનાનું સંવેદન તીક્ષણ. શસ્ત્ર જેવું અસહ્ય છે. કર્મને કાયદે કંપાવી મૂકે તે કઠણ છે. કર્મનાં બંધન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org