________________
પ્રમાદસ્થાન
છે તેમ સ્ત્રીઓની આસક્તિ છોડયા પછી બીજી બધી (ધનાદિ) આસક્તિઓ
છોડવી સુલભ થાય છે. (૧૯) દેવલોક સુધીના સમગ્ર લેકમાં જે કાંઈ શારીરિક અને માનસિક દુઃખ છે.
તે બધું ખરેખર કામભોગની આસક્તિથી જ ઉત્પન્ન થયેલું છે. તેથી?
નિરાસત પુરુષ જ તે દુઃખને અંત પામી શકે છે. (૨૦) જેમ સ્વાદથી અને વર્ણથી કિંપાક વૃક્ષનાં ફળ ભોગવતાં તે સુંદર લાગે
છે. પરંતુ ખાધા પછી થોડા જ વખતમાં તે જિંદગીને અંત આણે છે.
તે જ ઉપમા કામોગેના પરિણામની સમજવી. (૨૧) સમાધિને ઇચ્છુક અને તપસ્વી સાધુ ઈદ્રિયોના મનોજ્ઞ વિષયોમાં મનને
પ્રવર્તાવે નહિ કે તેના પર રાગ ન કરે અને અમનેશ વિષય પર દુષ પણ ન કરે. (૨૨) ચક્ષઈદ્રિયથી ગ્રાહ્ય રૂપ છે. જે મને રૂ૫ છે તે રાગનું નિમિત્ત અને
અમને જ્ઞરૂપ દૃષિનું નિમિત્ત બને છે. તે બન્નેમાં જે સમભાવી રહે છે તેને
મહાપુરુષો વીતરાગ (રાગષ રહિત) કહે છે. (૨૩) ચક્ષુ એ રૂપનું ગ્રહણ કરનાર છે. અને રૂ૫ એ ચક્ષનો ગ્રાહ્ય વિષય છે.
તેથી મનગમતું રૂપ એ રાગનો હેતુ છે. તેમજ અમનોજ્ઞ રૂપ તે દ્વેષને હેતુ ,
છે તેમ મહાપુરુષો કહે છે. (૨૪) જેમ દષ્ટિને લેલુપી પતંગિય રૂ૫ના રાગમાં આતુર થઈને આકસ્મિક
મૃત્યુ પામે છે તે જ પ્રકારે રૂપિમાં જે તીવ્ર આસક્તિ રાખે છે તે અકાલિક :
મૃત્યુને પામે છે. (૨૫) જે જીવ અમનોજ્ઞ રૂપ જોઈને તીવ્ર વૈષ કરે છે તે જીવ તે જ વખતે દુઃખને.
અનુભવે છે. અર્થાત કે જીવ પોતે પોતાના દુર્દાન્ત દોષથી દુ:ખ પામે છે. .
તેમાં રૂપનો કશોય દોષ નથી. (૨૬) જે મનોહર રૂપમાં એકાંત રક્ત છે તે જીવ અમનોહર રૂ૫ ઉપર દૃષિ કરે
છે અને તેથી તે અજ્ઞાની પછી ખૂબ દુઃખથી પીડાય છે. આવું જાણીને
વિરાગી મુનિ તેવા દોષથી ન લેપાય. (૨૭) રૂપની આસક્તિને પામેલે જીવ ત્રસ અને સ્થાવર એવા અનેક જીવોની હિંસા
કરે છે, તે અજ્ઞાની ભિન્ન ભિન્ન ઉપાયથી પરિતાપ આપે છે અને પિતાના
જ સ્વાર્થમાં રક્ત રહી તે કુટિલ અનેક જીવોને પીડા પણ ઉપજાવે છે. (૨૮) રૂ૫ની આસક્તિથી કે તેને ગ્રહણ કરવાની મૂર્છાથી, તે રૂપવાળા પદાર્થને
ઉત્પન્ન કરવાના પ્રયત્નમાં, તેની પ્રાપ્તિમાં, તેના રક્ષણમાં, વ્યયમાં કે વિય- -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org