________________
અધ્યયન : એકત્રીસમું ચરણવિધિ
ચારિત્રના પ્રકાશ
પાપના પ્રવાહ ચાલ્યા આવે છે. તેને રાકવાની ક્રિયાને સવર કહેવાય છે. પાપમાંથી નિવૃત્ત થવું કે ધમ'માં લીન થવું તે બન્ને સમાન છે. પાપને! આધાર માત્ર ક્રિયા પર નથી પરંતુ ક્રિયાની પાછળના અધ્યવસાયે પર છે, કલુષિત વાસનાથી થયેલું કાર્ય ખાદ્ય ષ્ટિએ ઉત્તમ પણ દેખાતુ હાય છતાં મિલન અને નકામું છે. શુભ ભાવનાથી થયેલું સામાન્ય કાર્ય દૃષ્ટિએ કનિષ્ઠ દેખાતું હાવા છતાં ઉત્તમ અને આત્મતૃપ્તિ માટે પ્રર્યાપ્ત છે.
દેહને અંગે ખાવું પીવું, ખેલવુ, બેસવુ', ઊડવુ' ઇત્યાદિ બધુ કર્યા વિના આપણે રહી શકીએ નહિ. માટે તેનાથી નિવૃત્ત થવુ. કદાચ થોડા સમય માટે શક્ય હોય છતાં જીવનભર તેમ રહેવું અશકય છે. અને માને કે બહારની ક્રિયા થાડા વખત ખંધ પણ કરવાને સમ` હાઈ એ તાપણુ આપણું આંતરિક ક્રિયાત્મક કાર્યો તેા થયા જ કરવાનુ છે. તેને આપણે જખરાઈથી રાકી શકવાના નથી. માટે જ ભગવાન મહાવીરે ક્રિયાને બંધ કરવાનું ન કહેતાં ક્રિયા કરવા છતાં તમારા ઉપયાગ શુદ્ધ અને સ્થિર રાખા તેમ કહ્યું છે. શુદ્ધ ઉપયેાગ એટલે આત્મલક્ષ્ય. જો આત્મલક્ષ્ય હાય તે! ક્રિયા પાછળની અધી કલુષિતતા સહેજે વિરમી જાય.
ભગવાન મલ્યા :
(૧) જીવાત્માને એકાંત સુખ આપનાર અને જેને આચરીને અનેક જીવા આ સંસાર સાગરને તરી ગયા તે ચારિત્રની વિધિ હું કહુ` છુ :
(૨) એક તરફથી નિવૃત્ત થવું અને બીજા માÖમાં પ્રવૃત્તિ કરવી અર્થાત્ કે અસ યમથી નિવૃત્ત થવું અને સયમમાં પ્રવૃત્તિ કરવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org