________________
સમાચારી
- ૧૭૭
નોંધઃ પાંચમીમાં એકલપેટાપણું છોડી હૃદયની ઉદારતા, છઠ્ઠીમાં સાથે વસતા ભિક્ષુકોને પારસ્પરિક પ્રેમ, સાતમીમાં સૂત્રુટિનું પણ નિવારણ અને આઠમી સમાચારીમાં આજ્ઞાની આધીનતા બતાવ્યાં છે. (૭) ૯ ગુરુ પૂજામાં અભ્યસ્થાન એટલે ઊઠવા બેસવામાં કે બીજી બધી ક્રિયા
એમાં ગુરુ ઈત્યાદિની અનન્યભાવે ભક્તિ બતાવવાની અને તેમના ગુણેની પૂજા કરવાની ક્રિયા. ૧૦. અવસ્થાને ઉપસંપદા એટલે પોતાની સાથે રહેલા આચાર્ય, ઉપાધ્યાય કે અન્ય વિદ્યાગુરુઓ પાસે વિદ્યા મેળવવા માટે વિવેકપૂર્વક રહેવું અને વિનમ્ર ભાવથી વર્તવું તે કિયા. આ પ્રમાણે દશ
સમાચારીઓ કહેવાય છે. (૮) (દશમી સમાચારમાં જે સ્થળે ભિક્ષુ રહ્યો હોય છે તે ગુરુકુળ વાસમાં તેણે
રાત્રિ અને દિવસની શી ચર્યા કરવી તે વિસ્તારપૂર્વક બતાવે છે.) દિવસના ચાર પ્રહર પૈકી સૂર્ય ઊગ્યા બાદ પહેલા પ્રહરને ચોથે ભાગે (તેટલા કાળ સુધીમાં) વસ્ત્રપાત્રાદિ (સંયમીનાં ઉપકરણો)નું પ્રતિલેખન કરવું અને તે ક્રિયા કર્યા બાદ ગુરુને વંદન કરીને–
ધઃ દિવસના ચાર પ્રહર હોય છે. તેથી જે ૩૨ ઘડીને દિવસ હોય તો આઠ ઘડીને પ્રહર ગણાય. તેને ચોથે ભાગ બે ઘડી (૪૮ મિનિટ) ગણાય. જૈન ભિક્ષુઓને હંમેશાં વસ્ત્રપાત્રાદિ જે સંયમ નિર્વાહનાં ઉપયોગી સાધન હોય તેનું દિવસમાં બે વાર પ્રતિલેખન (ઝીણું નજરે સંપૂર્ણ નિરીક્ષણ) કરવું જોઈએ. (૯) બે હાથ જોડીને પૂછવું જોઈએ કે હે પૂજ્ય ! હવે હું શું કરું? વૈયાવૃત્ય
(સેવા) કે સ્વાધ્યાય (અભ્યાસ) એ બે પૈકી આપ કઈ વસ્તુમાં મારી જના
કરવા ઇચ્છે છે. ? હે પૂજ્ય ! મને આજ્ઞા કરે. (૧૦) જે ગુરુજી વૈયાવૃત્ય (કેઈપણ જાતની સેવામાં જોડવાનું કહે તો અગ્લાન
(ખેદ રહિત)પણે સેવા કરવી અને જે શાસ્ત્રોના સ્વાધ્યાયમાં યોજે તે સર્વ દુ:ખથી છોડાવનારા અભ્યાસમાં શાંતિપૂર્વક લીન થવું.
નેધ : (૧) વાચના (શિક્ષણ લેવું), (૨) પૃના (પ્રશ્નો પૂછી સમાધાન કરવું), (૩) પરિવર્તના (શીખેલાનું પુનરાવર્તન કરવું), (૪) અનુપ્રેક્ષા (ચિંતન) અને (૧) ધર્મકથા. આ પાંચે સ્વાધ્યાયના ભેદો છે. (૧૧) વિચક્ષણ મુનિવરે આખા દિવસના ચાર ભાગ પાડવા અને એ ચારે
વિભાગોમાં ઉત્તર ગુણ (ક્તવ્ય કર્મની)ની ખીલવટ (વૃદ્ધિ) કરવી. ઉ. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org