________________
૧૭
ઉત્તરાયયન સૂત્ર ભગવાન બોલ્યાઃ - (૧) હે શિષ્ય! સંસારના સર્વ દુઃખથી છેડાવનારી સમાચારી (દસ પ્રકારની
સાધુ સમાચારી)ને કહીશ. કે જે સમાચારીને આચરીને નિગ્રંથ સાધુએ આ
સંસાર સમુદ્રને તરી ગયા છે. (૨) પહેલી આવશ્યકી, બીજી નૈધિક, ત્રીજી આપૃચ્છના અને ચોથી પ્રતિ
પૃચ્છના છે. (૩) અને પાંચમી છંદના, છઠ્ઠી ઈચ્છાકાર, સાતમી મિથાકાર અને આઠમી
તક્ષેતિકાર છે. (૪) વળી નવમી અભ્યત્થાન અને દશમી ઉપસંપદા, આ પ્રમાણે દશ પ્રકારની સાધુ.
સમાચારી મહાપુરુષોએ કહી છે. (૫) (તે દશ પ્રકારની સમાચારને વિસ્તારપૂર્વક કહે છે.) ૧. ગમન (ઉપાશ્રય,
ગુરુકુળ સ્થાનની બહાર જવાને) વખતે આવશ્યકી સમાચાર આચરવી, અર્થાત આવશ્યક કાર્ય માટે બહાર જવું. ૨. નૈધિક ક્રિયા ઉપાશ્રયમાં આવ્યા પછી કરવી, અર્થાત હવે હું બહારનાં કાર્યથી નિવતી ઉપાશ્રયમાં દાખલ થયો છું. હવે બહાર જવાનું આવશ્યક કાર્ય સિવાય નિષેધ છે એમ. માની વર્તવું. ૩. આપૃચ્છના ક્રિયા એટલે કોઈપણ પિતાનાં કાર્ય કરવામાં ગુરુને કે વડીલ સાધક મુનિવરને પૂછીને જ કરવું. ૪. પ્રતિકૃચ્છના એટલે બીજાના કાર્ય માટે ફરીથી ગુરુને પૂછવું.
નોંધ : પહેલી અને બીજી ક્રિયામાં કે ઈપણું આવશ્યક ક્રિયા સિવાય ગુરુકુળવાસ છોડવો નહિ તેમ બતાવી સાધકની જવાબદારી સમજાવી છે. ત્રીજીમાં વિનય. એ સાધકનું પરમ કર્તવ્ય છે. તે અને એથીમાં અન્ય મુનિઓની સેવા તથા વિચારનો ઉહાપોહ બતાવ્યો છે. (૬) ૫. પદાર્થ સમૂહમાં છંદના – એટલે પિતાની સાથે રહેલા દરેક ભિક્ષુને
વસ્તુઓનું નિમંત્રણ કરવું. જેમકે ભિક્ષાદિ લાવ્યા બાદ બીજા મુનિઓને આમંત્રણ કરે કે કૃપા કરી આપ પણ આમાંથી કંઈ ગ્રહણ કરી મને લાભ આપે. આવા વર્તનને છંદના કહે છે. ૬. ઈચ્છાકાર – એટલે પિતાની કે પરની ઈચ્છા પરસ્પર જાણું જણાવી અનુકૂળ વર્તવું. ૭. મિથ્થાકાર એટલે ગફલતથી થયેલી પોતાની ભૂલનું ખૂબ ચિંતન કરી તેનું પ્રાયશ્ચિત કરી તેને મિથ્યા (નિષ્ફળ બનાવવું તે જાતની ક્રિયા. ૮. પ્રતિશ્રુતતક્ષેતિકાર એટલે કે ગુરુજન કે વડીલ ભિક્ષુઓની આજ્ઞાનો સ્વીકાર કરી તેમનું કહેલું યથાર્થ છે, તેમ જાણે આદર કરવો તે જાતની ક્રિયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org