________________
ઉત્તરાયયન સૂત્ર ૧. મનગુપ્તિ ઃ દુષ્ટ ચિંતનમાં પ્રવર્તતા મનને રોકી લેવાના પ્રયોગ. ૨. વચનગુપ્તિ-વચનને અશુભ વ્યાપાર ન કરવો. ૩. કાયગુપ્તિ : ખેટે રસ્તે જતાં શરીરને રોકી લેવાની ક્રિયા. (૩) જે આ આઠ પ્રવચન માતાઓ સંક્ષેપથી ફરમાવી તેમાં જિનેશ્વરદેવ કથિત;
બાર અંગેનો સમાવેશ થઈ જાય છે. (બધાંય પ્રવચને આ માતાઓમાં અંતભૂત જ થઈ જાય છે).
નેધ : બારે અંગે (અંગભૂત શાસ્ત્રો)નાં પ્રવચને ઉચ્ચ વર્તનનાં સૂચક છે. અને આ આઠ વસ્તુઓ બરાબર યિામાં આવે તે ઉચ્ચ વર્તન સાધ્ય થયું ગણાય. સાધ્ય હાથ લાગે એટલે સાધન તેમાં સમાઈ ગયું કે સરળ થયું ગણાય. જે જ્ઞાન ક્રિયામાં પરિણમે તે જ્ઞાન સફળ.
ઈર્ષા સમિતિ વગેરેની સ્પષ્ટતા (૪) ૧. આલંબન, ૨. કાળ, ૩. માર્ગ અને ૪. ઉપયોગ. એ ચાર કારણોથી. - પરિશુદ્ધ થયેલી ઇર્ષા સમિતિમાં સંયમીએ ગમન કરવું. (૫) જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ સાધનો ઇર્ષા સમિતિનાં અવલંબન છે.
દિવસ એ ઈર્યાને કાળ છે (રાત્રિએ ઈર્યા શુદ્ધ ન હોવાથી સંયમીને પિતાના સ્થાનથી બહાર નીકળવાની મનાઈ છે) આડા અવળે માર્ગે ન જતાં સીધા માર્ગે જવું એ ઇર્ષા સમિતિને માર્ગ છે. (ઉભાગે જવામાં સંયમની.
વિરાધના થવાનો સંભવ છે.) (૬) ઇર્થી સમિતિનું ચોથું કારણ (ચોથે ભેદ) ઉપયોગ છે. તે ઉપયોગના પણ
ચાર ભેદ છે. તે હું આગળ વિસ્તારથી કહીશ. તમે મને સાંભળો. (૭) દૃષ્ટિથી ઉદ્યોગપૂર્વક જેવું તે દ્રવ્ય ઉપયોગ, માર્ગે ચાલતાં ચાર હાથ પ્રમાણ
સુધી જ દૂર જેવું એ ક્ષેત્ર ઉપગ, દિવસ હોય ત્યાં સુધી જ ચાલવું તે કાળ ઉપયોગ અને ચાલવામાં બરોબર ઉપયોગ (જ્ઞાન વ્યાપાર) રાખવો તે ભાવ ઉપગ કહેવાય છે.
નેધ : ચાલવામાં કે સૂક્ષ્મ જીવ પણ પગથી ન કચરાઈ જાય કે બીજુ કંઈ નુકસાન ન થાય તે માટે બહુ સંભાળપૂર્વક ચાલવાનું હોય છે. આ ઇર્યા સમિતિ અહિંસાધર્મની ખૂબ ઝીણવટ સિદ્ધ કરે છે. (૮) ચાલતી વખતે પાંચ ઈદ્રિયોના વિષયને તથા પાંચ પ્રકારના સ્વાધ્યાયોને
છોડી માત્ર ચાલવાની ક્રિયાને જ મુખ્ય ગણી ચાલવામાં જ ઉપયોગ રાખી ગમન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org