________________
કેશિગોતમીય (૮૩) જરા–મરણની પીડાથી રહિત અને પરમ કલ્યાણકારી લેકના અગ્રભાગ પર
આવેલું તે સ્થાન સિદ્ધિસ્થાન કે નિર્વાણ સ્થાન કહેવાય છે. અને ત્યાં
મહર્ષિઓ જ જઈ શકે છે. (૮૪) હે મુને ! તે સ્થાન લેકના અગ્રભાગમાં દુઃખથી પહોંચી શકાય તેવું,
નિશ્ચલ અને પરમ સુખદ સ્થાન છે. સંસારરૂપી સમુદ્રને અંત કરનાર શક્તિશાળી પુરુષે ત્યાં પહોંચી શકે છે. ત્યાં પહોંચ્યા પછી કલેશ, શોક
કે દુખ એવું કશું હોતું નથી. અને ત્યાં ગયા પછી પુનરાગતિ થતી નથી. (૮૫) હે ગૌતમ! તમારી બુદ્ધિ સુંદર છે. તમે મારા બધાય સંશોનું બહુ સુંદર
સમાધાન કર્યું. હે સંશયાતીત ! હે સર્વ સિદ્ધાંતના પારગામી ગૌતમ !
તમને નમસ્કાર હો (૮૬) પ્રબળ પુરુષાથી કેશમુનીશ્વર આ પ્રમાણે (શિષ્યોના) સંશયનું સમાધાન
થયા પછી મહા યશસ્વી ગૌતમ મુનિરાજને શિરસાવંદન કરીને – (૮૭) તે સ્થાને (ભગવાન મહાવીરના) પાંચ મહાવ્રતરૂપ ધર્મને ભાવપૂર્વક સ્વીકારે
છે. અને તે સુખ માર્ગમાં ગમન કરે છે કે જે માગની પ્રથમ અને અંતિમ
તીર્થકરે પ્રરૂપણે કરી હતી. (૮૮) પછી પણ જ્યાં સુધી શ્રાવસ્તીમાં રહી ત્યાં સુધી આ પ્રમાણે કેશી અને
ગૌતમને સમાગમ નિત્ય થતો રહ્યો અને શાસ્ત્ર દષ્ટિએ કરેલ શિક્ષાવ્રતાદિન નિર્ણય જ્ઞાન અને ચારિત્ર અને અંગમાં વૃદ્ધિ કરનાર નીવડ્યો.
નેંધ : કેશી અને ગૌતમ બન્ને ગણના શિષ્યોને તે શાસ્ત્રાર્થ અને તે સમાગમ બહુ લાભદાયક થયે. કારણ કે શાસ્ત્રાર્થ કરવામાં તે બન્નેની ઉદાર દષ્ટિ હતી. એકેયને કદાગ્રહ ન હતો. અને તેથી જ શાસ્ત્રાર્થ પણ સત્યસાધક બન્યો. કદાગ્રહ હોત તે શાસ્ત્રને આઠે અનર્થ પણ થવાનો સંભવ હતો. પરંતુ સાચા જ્ઞાની પુરુષો કદાગ્રહથી પર હોય છે અને સત્ય વસ્તુને સર્વભોગે સ્વીકાર્યા વિના રહી શક્તા નથી. (૮૯) આખી પરિષદ આથી સંતુષ્ટ બની ગઈ. બધાને સત્યમાર્ગની ઝાંખી થઈ.
શ્રોતાઓ પણ સાચા માર્ગને પામ્યા અને તે બને મહેશ્વરોની મંગળસ્તુતિ કરી ભગવાન કેશી અને ભગવાન ગૌતમ સદા પ્રસન્ન રહે તેમ કહેતા સર્વ દેવ, દાન અને મનુષ્યો સ્વસ્થાને ગયા. નેંધ : સમય ધર્મ એટલે આ કાળે આ સમયે આ સ્થિતિમાં શાસનની ઉ. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org