________________
કેશિગીતમય
૧૫૭. દુરાત્મા જ છે. તેથી તેને જીતવાથી બધુ છતાય છે. જેનશાસ્ત્રને ન્યાય એ છે , કે બહારનાં યુદ્ધ કરવા કરતાં આત્મયુદ્ધ કરવું એ ઉત્તમ છે. અને ક્ષમા, દયા, તપશ્ચર્યા અને ત્યાગ એ તેમને હણવાનાં શસ્ત્રો છે. તે શસ્ત્રો દ્વારા જ કર્મ હણાઈ જાય છે. (૩૯) હે ગૌતમ! તમારી બુદ્ધિ સુંદર છે. તમે મારા સંશયનું સમાધાન સુંદર
કર્યું. હવે બીજો પ્રશ્ન પૂછું છું તેનું સમાધાન કરે. (૪૦) આ લેકમાં ઘણું જીવો બિચારા કર્મરૂપી જાળથી જકડાયેલા દેખાય છે.
ત્યાં હે મુનિ ! તમે શી રીતે બંધનથી રહિત થઈ વાયુની પેઠે હળવા થઈ
અપ્રીતિબંધપણે વિહરી શકો છે? (૪૧) (કેશી મહારાજને ગૌતમે કહ્યું :) હે મુને ! શુદ્ધ ઉપાયોથી તે પાશલાઓને.
છેદીને બંધન રહિત થઈ વાયુની માફક અપ્રતિબંધ રીતે વિચારી શકું છું.. (૪૨) ત્યારે કેશમુનિએ ગૌતમને કહ્યું તે બંધન કયાં ? તે તમે મને કહેશે ?
આ પ્રમાણે બેલતા કેશમુનિને ઉદ્દેશીને ગૌતમ કહેવા લાગ્યા. (૪૩) રાગ, દેવ, મેહ, પરિગ્રહ અને સ્ત્રીસ્વજનો પરની આસક્તિઓ છે તે જ
તીવ્ર, ઘાટાં અને ભયંકર નેહબંધને છે. તેને છેદીને યથાન્યાયે ક્રમપૂર્વક
જૈનશાસનમાં રહી મારે વિકાસ સાધુ છું અને વિચારી રહ્યો છું. (૪૪) કેશીસ્વામીએ કહ્યું : હે ગૌતમ ! તમારી બુદ્ધિ ઉત્તમ છે. તમે મારે સંશય
દૂર કર્યો છે. હવે બીજી વાતને પૂછું છું તેનો જવાબ આપે. (૪૫) હે ગૌતમ ! હૃદયના ઊંડાણ ભાગરૂપ જમીનમાં એક વેલડી ઊગી છે કે જે
વેલડીમાં વિષે જેવા ઝેરી ફળો લાગે છે. તે વેલ તમે શી રીતે ઊખેડી
નાખી ? (કેશી બોલ્યા). (૪૬) (આ સાંભળીને ગૌતમ બોલ્યા :) તે વિષવેલડીને તો મેં મૂળ સહિત
ઉખેડી નાખી છે અને તેથી જ એ વિષવેલનાં વિષફળોથી હું મુક્ત થઈ
જિનેશ્વરનાં ન્યાયય શાસનમાં આનંદપૂર્વક વિચારી રહ્યો છું. (૪૭) તે વેલ કઈ ? તે મને કહેશે ? આ પ્રમાણે કેશમુનિએ ગૌતમને કહ્યું. ત્યારે
આ પ્રમાણે બોલતાં કેશમુનિને ગૌતમ કહેવા લાગ્યા : (૪૮) હે મુનિશ્વર ! આ સંસારમાં મહાપુરુષોએ સંસારને વધારનારી તૃષ્ણને જ
વિષવેલ કહી છે. તે વેલ ભયંકર અને ઝેરી ફળોને આપી જીવોને જન્મ મરણ કરાવી રહી છે. તેને બરાબર જાણી મેં ઊખેડી નાખી છે. તે ઉખેડી નાખી હવે હું જિનેશ્વરના ન્યાયશાસનમાં સુખપૂર્વક ચાલી શકું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org