________________
ઉત્તરાધ્યયન સુરત
ધ્યાન રહે માટે (૩) સંયમને નિર્વાહ તે દ્વારા થાય. એવાં કારણથી જ લેકમાં વેશ ધારણ કરવાનું પ્રયોજન છે.
નેધ : વેશ એ કંઈ સાધ્ય નથી. માત્ર બાહ્ય સાધન છે. તે બાહ્ય સાધન આંતરિક સાધનની પુષ્ટિમાં અને આત્મવિકાસમાં મદદરૂપ થાય તેટલા પૂરતું તેનું પ્રયજન છે. (૩૩) વળી સાધુનો વેશ તો દુરાચાર ન થવા પામે તેવી સતત જાગૃતિ રાખવા
માટે માત્ર વ્યવહારનયથી સાધન છે. નિશ્ચયનયે તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ જ મોક્ષનાં સાધન છે. આ વાસ્તવિક સાધનમાં તે ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીર બને મળતા જ છે. (મૌલિકતામાં લેશમાત્ર ભેદ નથી.)
ધ : વેશ ભલે ભિન્ન હોય પરંતુ તત્વમાં ભેદ કશ છે જ નહિ. ભિન્ન વેશ રાખવાનું પણ ઉપર કહ્યું તે જ પ્રયજન છે. (૩૪) કેશીસ્વામીએ કહ્યું : હે ગૌતમ! તમારી બુદ્ધિ ઉત્તમ છે (તમે બહુ
સમન્વય કરી શકે છે), તમે મારો સંશય દૂર કર્યો છે. હવે એક બીજે
સંશય (પ્રશ્ન) કરું છું તેનું હે ગૌતમ ! તમે સમાધાન કરો. (૩૫) હે ગૌતમ ! હજારો વૈરીની વચ્ચે તમે વસી રહ્યા છે, વળી તે તમારી
સામે ઝઝૂમી રહ્યા છે. છતાં તે બધાને તમે શી રીતે જીતી શકો છે ? (૩૬) (તમે કહ્યું :) હુ માત્ર એક (આત્મા)ને જીતવા સતત પ્રયત્ન કરું
છું. કારણ કે તે એકને જીતવાથી પાંચ અને પાંચને જીતવાથી દસ અને
દસને જીતવાથી સર્વ શત્રુઓ સ્વયં જિતાઈ જાય છે. (૩૭) કેશીમુનિએ ગૌતમને કહ્યું કે તે શત્રુઓ ક્યાં ? આ પ્રમાણે બેલતા
કેશમુનિને ઉદેશીને ગૌતમ મુનિએ આ પ્રમાણે કહ્યું : (૩૮) હે મુને ! એક (મનની દુષ્ટ પ્રવૃત્તિને વશ થયેલે) જીવાત્મા જે ન જિતાય
તે તે શત્રુ છે. (આભાને ન જીતવાથી કષાયો ઉત્પન્ન થાય છે, અને એ શત્રુના પ્રતાપે ચાર કષા પણ શત્રુ છે અને પાંચે ઈદ્રિયો તે પણ શત્રુ છે, એમ આખી શત્રુની પરંપરાને જૈન શાસનના ન્યાય પ્રમાણે જીતીને શાંતિપૂર્વક હું વિહાર કર્યા કરું છું.
નોંધ : ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયે કહેવાય છે. તેના - તરતમાં ભાવે સોળ ભેદો છે. દુષ્ટ મન એ પણ શત્રુ છે. પાંચ ઈદ્રિયોને અસ૬વેગ થવાથી એ પણ શત્રુઓ જેવું કાર્ય કરે છે. પરંતુ બધાનું મૂળ એક માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org