________________
અધ્યયન ગ્રેવીસમું કે શિ ગૌ ત મી ચા કેશમુનિ તથા ગૌતમને સંવાદ
પાંચ મહાવ્રતો એ મૂળ ગુણ કહેવાય છે. તે જ આત્મોન્નતિનાં સાચાં સાધન છે. બાકીની ઈતર ક્રિયાઓ ઉત્તર ગુ કહેવાય છે. અને તે મૂળ ગુણની પુષ્ટિ માટે યોજાયેલી છે.
મૂળ ધ્યેય કર્મબંધનથી મુક્ત થવું કે મુક્તિ મેળવવી તે છે. અને તે માર્ગે જવાનાં મૂળભૂત તને કઈ પણ કાળે, કઈ પણ સમયે, કઈ પણ સ્થિતિમાં પલટો થઈ શકે નહિ. તે સત્ય તો ત્રિકાલાબાધિત હોય છે. તેને કઈ પણ પલટાવી શકે જ નહિ.
પરંતુ ઉત્તરગુ અને ક્રિયાનાં વિધિવિધાનામાં કાળ કે સમય પ્રમાણે પલટા થયા છે, થાય છે અને થવાના. સમયધર્મને સાદ સાંભળ્યા વિના ગતિ કર્યા કરવામાં ભય અને હાનિ રહેલાં છે. સમયધર્મને ઓળખી સરળમાર્ગથી કેવળ આત્મલક્ષ્ય રાખી ચાલવામાં સત્યની, ધર્મની અને શાસનની રક્ષા સમાયેલી છે.
આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં ભગવાન મહાવીરના સમયની આ વાત છે. ભગવાન મહાવીરે સમયધર્મને ઓળખી સાધુજીવનની ચર્યામાં મહાન પલટો કર્યો હતો. પૂર્વથી ચાલી આવતી પાર્શ્વનાથની પરંપરા કરતાં નૂતનતા લાવી મૂકી હતી. અને કડક વિધિવિધાને સ્થાપી જૈનશાસનને પુનરોદ્ધાર કર્યો હતે. સમયધર્મને ઓળખવાથી જૈન શાસનની ધર્મવા તે સમયના વેદ અને બૌદ્ધ શાસનના શિર પર ફરકવા લાગી હતી.
ભગવાન પાર્શ્વનાથની પરંપરાને માનતા કેશી શ્રમણ સપરિવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org