________________
૧૧૨
ઉત્તરાયયન. અ
(૩૯) ઈક્વાકુ વંશના રાજાઓમાં વૃષભ સમાન ઉત્તમ અને વિખ્યાત કીતિવાળા
નરેશ્વર, છ ચક્રવતી કુંથુરાજા પણ રાજ્યપાટ તથા સંપત્તિ છેડીને ત્યાગી
બની અનુત્તરગતિ (મુક્તિ)ને પામ્યા. (૪૦) સાગરના છેડા સુધી રહેલા ભરતક્ષેત્રના નરવરેશ્વર સાતમા ચક્રવતી અરનામના
નરેશ્વર પણ તે બધી વસ્તુને છેડી કર્મથી રહિત થઈ શ્રેષ્ઠ ગતિ (મુક્તિ) પામ્યા. (૪૧) નવમા મહાપદ્મ નામે ચક્રવતી પણ મોટી સેના, ભારતવર્ષનું મહાન રાજ્ય.
તથા ઉત્તમ કામભોગોને છેડી તપશ્ચર્યાના માર્ગમાં વળ્યા હતા. (૪૨) પૃથ્વીના પ્રત્યેક રાજાઓનાં માનને મર્દન કરનારા અને મનુષ્યોમાં ઈદ્ર સમાન
એવા આઠમા ચક્રવતી હરિષણ પણ મહીમંડળમાં પિતાનું એક જ છત્ર
પ્રવર્તાવી આખરે તેને છોડીને ત્યાગી બની ઉત્તમ ગતિમાં ગયા. (૪૩) હજારો રાજાઓથી ઘેરાયેલા અગિયારમાં જય નામના ચક્રવતીએ પણ સાચા
ત્યાગી થઈ આત્મદાન કર્યું અને ઉત્તમ ગતિ (મોક્ષગતિ)માં ગયા.
નંધ: ચક્રવતી એટલે છ ખંડના અધિપતિ. એવા મહાન પુરુષોએ અપાર સમૃદ્ધિ મનોરમ્ય કામગોને છોડી દીધાં હતાં અને ત્યાગ અંગીકાર કર્યો હતો. ભરતખંડના બાર ચક્રવતી પૈકી ઉપરના દસ ત્યાગી થઈ મેક્ષે ગયા હતા. અને આઠમા સુભૂમ ચક્રવતી અને બારમા બ્રહ્મદત્ત ચક્રવતી, એ બન્ને ભોગો ભોગવી. નરકગતિ પામ્યા હતા.
જૈનશાસનમાં જે સામાન્ય રાજાએ ભળ્યા તે બતાવે છે? (૪૪) પ્રત્યક્ષ શક્રેન્દ્રની પ્રેરણું થવાથી પ્રસન્ન અને પર્યાપ્ત એવા દશાણ રાજ્યને
છેડી દશાર્ણભદ્ર ત્યાગમાર્ગને આદર્યો. (૪૫) મિરાજા ભોગે પ્રત્યે સાક્ષાત શક્રેન્દ્રની પ્રેરણું હોવા છતાં પિતાના
આમાને વશ રાખી વૈદેહી નગરી તથા ઘરબારને છોડીને ચારિત્રધર્મમાં
સાવધાન થયા હતા. (૪૯) તેમ જ કલિંગ દેશમાં કરકંડુરાજા, પંચાલ દેશમાં દ્વિમુખરાજા વિદેહ દેશમાં
(મિથિલા નગરીમાં) નમિરાજેશ્વર અને ગંધાર દેશમાં નિર્ગત (નગઈ) નામના રાજેશ્વર ત્યાગી બન્યા હતા.
નોંધ : આ ચારે પ્રત્યેક બુદ્ધ (કોઈ એક વસ્તુ જોઈને બેધ પામેલા) જ્ઞાની. પુરુષો થઈ ગયા છે. (૪૭) રાજાઓમાં ઘેરી સમાન એ બધા રાજાએ પિતાના પુત્રોને રાજ્ય સેંપીને
જિનશાસનમાં અનુરક્ત બન્યા હતા અને ચારિત્રમાર્ગની આરાધના કરી હતી..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org