________________
નીચવર્તી થાય છે. પરંપરા પ્રમાણે તેનો અર્થ “ગુરુથી નીચા આસન પર બેસનાર' એ પ્રમાણે થાય છે. આ અર્થ બહુ જ સંકુચિત છે એટલું જ નહિ પણ ચાલુ પ્રકરણમાં અસંગત છે. તે શબ્દનું રહસ્ય એકાંત નમ્રતા સૂચક છે. “ હું કાંઈ નથી તેવી જાતની નમ્રતાયુક્ત ભાવના' એ અર્થ પ્રકરણસંગત અને અર્થસંગત લાગે છે. તે જ પ્રકારે “ગુરુણાવવાયકારએ” માં પણ ગુરુની સમીપ રહેવાનો ભાવ વ્યંજના શક્તિથી તે જ ઘટી શકે છે કે ગુરુના દ્ધયમાં રહેનાર. શું ભગવાન મહાવીરના બધા જ શિષ્યો પાસે રહેતા હતા ? માટે તેમ માનવું સુઘટિત ન લાગતાં ઉપરનો અર્થ નોંધમાં સ્પષ્ટ કર્યો છે. આ અને એવાં બીજાં પણ સ્થાનો નોંધમાં યથોચિત રીતે સ્પષ્ટ કર્યા છે.
અર્થદૃષ્ટિ : આ જ પ્રમાણે કેટલીક ગાથાઓના અર્થો પણ પરંપરાથી ભિન્ન ભિન્ન ચાલ્યા આવે છે જેમ કે
*सपूव्वमेबं नलमेज्ज पच्छा एसोवमा सासयवाइयाणं । . विसीयई सिढिले आयुयम्मि कालोवणीए सरीरस्स मेए ॥
સંસ્કૃત છાયા "સપૂર્વમેવં ન મેત પદ્ ષોપમા શાશ્વતવાદ્રિનામ | विषीदति शिथिले आयुषि कालोपनीते शरीरस्य भेदे ॥
આનો અર્થ ટબાની પરંપરા પ્રમાણે એ થાય છે કે “પહેલાં ન થયું તો પછી થશે” આમ કહેવું જ્ઞાની પુરુષોને માટે યોગ્ય છે, કારણ કે તે પોતાના ભવિષ્યકાળને પણ જાણે છે, પરંતુ સામાન્ય મનુષ્ય જે તેમ કરે અને પોતાની ઉન્નતિનો માર્ગ ચિંતવ્યા સિવાય મૃત્યુ પામે તો તે વખતે તેને ખેદ કરવો પડે છે.” અહીં ત્રણ પ્રકારના પ્રશ્નો ઉદભવે છે : (૧) ચાલુ પ્રસંગમાં જ્ઞાની પરત્વેનું કથન શું ઘટિત છે? (૨) કદાચ તેમ હોય તોપણ શાશ્વતવાદી વિશેષણ જ્ઞાનીવાચી કેમ હોઈ શકે ? કારણ કે શાશ્વતવાદી અને શાશ્વતદર્શી એ બન્નેમાં ઘણી ભિન્નતા છે. શાશ્વત બોલવું તો સૌ કોઇ માટે સુલભ છે, પણ નિત્યદર્શન તો કેવળ જ્ઞાની પુરુષો જ કરી શકે. (૩) જ્ઞાની અર્થ લેવા છતાં પણ એ બન્ને પદોનો આખો અર્થ શું બરાબર ઘટી શકે છે ? આ બધા પ્રશ્નોની વિચારણા કર્યા પછી જે કંઈ અર્થ ઘટે છે તે નીચે પ્રમાણે છે: "જે પહેલાં નથી પામતો તે પછી નથી પામતો” અર્થાતુ કે આખા
ઉત્તરાધ્યયન [ ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org