________________
સાહિત્યની પ્રચારદષ્ટિથી થયેલી આ યોજના એ બધી અગવડોને દૂર કરવામાં ઉપયોગી નીવડશે તેમ માનવું અસ્થાને નથી.
લેખન પદ્ધતિ : તુલનાત્મક દૃષ્ટિના સંસ્કારોની છાપ કેવી અને કેવા આકારની છે? તેમાં હું કેટલે અંશે સફળ થયો છું? તેનો નિર્ણય તો વાચક દ્વારા જ થઈ શકે; પરંતુ આ ઉત્તરાધ્યયનનું સાંગોપાંગ અનુવાદન કરતી વખતે જે જે દૃષ્ટિ રાખવામાં આવી છે તેનું ટૂંક દષ્ટિબિંદુ રજૂ કરી લઉં.
સમાજદષ્ટિ : જૈનદર્શન પોતાને વિશ્વવ્યાપી મનાવે છે અને પોકારી પોકારીને કહે છે કે મુકિત પ્રાપ્ત કરવાનો અધિકાર જીવમાત્રને છે, માત્ર યોગ્યતા જોઇએ; આથી જ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારે અંગોને સંઘ તરીકે માને છે અને તે બધાંને મોક્ષના સમાન અધિકારો પણ આપે છે, તો આવા ઉદાર શાસનના સિદ્ધાંતોમાં કેવળ એકાંત એક પક્ષને લાગુ પડતું કથન હોઈ જ શી રીતે શકે? તેથી ગૃહસ્થજીવનમાં પણ ત્યાગ સંભવે છે, અને તે દષ્ટિબિંદુને અનુલક્ષી ભગવાન મહાવીરે અણગારી અને અગારી એમ બે પ્રકારના માર્ગો સ્પષ્ટ બતાવ્યા છે. ઉત્તરાધ્યયનમાં ગૃહસ્થના ત્યાગની એક સ્થળે સ્પષ્ટ રેખા તરી આવે છે કે __ “सन्ति एगेहिं भिक्खुहिं गारत्था संजमुत्तरा
અર્થ : "ઘણા મુસાધુઓ કરતાં સંયમી ગૃહસ્થો પણ ઉત્તમ હોય છે." સારાંશ કે ગૃહસ્થ જીવનમાં પણ મોક્ષની અભિલાષા સેવી શકાય છે અને અલ્પાંશે ત્યાગ પણ કરી શકાય છે. સૂત્રકારે આ ઉદાર આશયને લક્ષમાં લઈ અહીં બન્નેને લાગુ પડતી શૈલી સ્વીકારવામાં આવી છે.
ભાષાદષ્ટિ : ભાષાષ્ટિએ તથા આજુબાજુના સંયોગોનું નિરીક્ષણ કરી વાસ્તવિક મૌલિકતા જાળવવા ખાતર કેટલાક અર્થો નક્કી કરેલા છે. તેમાં પરંપરા કરતાં કંઇક ભિન્નતા અવશ્ય દેખાશે, પરંતુ તે ભિન્નતા ઉચિત અને સૂત્રકારના આશયને અનુસરીને થયેલી હોઈ તે બદલ વાચકવર્ગ સહિષ્ણુ થશે એમ માની લઈને જ તેટલી ભિન્નતાને સ્થાન આપેલું છે. તેનાં બે ચાર દષ્ટાંતો અહીં આપવાથી તેનો સ્પષ્ટ ખ્યાલ આવી શકશે. “નીયવઠ્ઠી” આ પ્રાકૃત શબ્દનું સંસ્કૃત
ઉત્તરાધ્યયન [ ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org