________________
gar
ચિત્તભૂતીય
છે. ત્યાગ એ તો ખરેખર મહાન કષ્ટ છે.
નેધઃ ત્યાગીને ભેગનું આમંત્રણ કરવામાં પણ તેનાં સ્નેહ અને સહૃદયતા સ્પષ્ટ દેખાતાં હતાં. (૧૫) ઊભરાતા પૂર્વ નેહથી અને કામ ભોગોમાં આસક્ત થયેલા મહારાજા
(બ્રહ્મદત્ત)ને તેના એકાંત હિતચિંતક અને સંયમધર્મમાં રક્ત રહેલા ચિત્ત
મુનિએ આ વચન કહ્યું: (૧૬) બધાં સંગીત તે એક પ્રકારના વિલાપ સરખાં છે, સર્વ પ્રકારનાં નૃત્ય કે
નાટક એ વિટંબના રૂપ છે, બધા અલંકારો બોજારૂપ છે અને બધા કામભોગે એકાંત દુઃખને જ આપનાર છે.
નોંધ : સંસાર આખોય જ્યાં નાટક રૂપે છે ત્યાં બીજા નાટક શાં જેવાં ?” જે સ્થળે ક્ષણ પહેલાં સંગીત અને નૃત્ય થઈ રહ્યાં હોય છે ત્યાં જ થોડી ક્ષણ બાદ હાહાકાર ભર્યા કરુણ રૂદન થાય છે. ત્યાં કોને સંગીત માનવાં ? આભૂષણે બાળકની ચિત્તવૃત્તિને પિષવાનાં રમકડાં છે. ત્યાં સમજુને મેહ શા ? ભેગે તે આધિવ્યાધિ અને ઉપાધિ ત્રણે તાપનાં મૂળ છે. દુઃખના મૂળમાં સુખ શી રીતે સંભવે ? (૧૭) તપશ્ચર્યારૂપ ધનવાળા, ચારિત્રગુણેમાં લીન અને કામ ભોગોની આસક્તિથી
સાવ વિરક્ત એવા ભિક્ષુઓને જે સુખ હોય છે તે સુખ; હે રાજન ! અજ્ઞાનીઓને મનહર લાગવા છતાં એકાંત દુઃખને આપનાર એવા કામોગામાં
કદી હોઈ શકે જ નહિ. (૧૮) હે નરેંદ્ર ! મનુષ્યમાં અધમ ગણુતા એવા ચંડાલજીવનમાં પણ આપણે રહ્યા
હતા. તે જન્મમાં (કર્મવશાત) આપણે ઘણું મનુષ્યના અપ્રીતિપાત્ર થયા હતા. અને ચંડાલનાં સ્થાનમાં પણ રહ્યા હતા. (તે બધું યાદ છે 2)
નેધ: ચંડાલ જાતિને અર્થ અહીં ચંડાલકર્મને અંગે સમજે. જાતિથી કેઈ નીચ કે ઊંચ હોતા જ નથી. કર્મથી જ ઊંચા કે નીચ થવાય છે. જે ઉત્તમ સાધને પામીને પણ પૂર્વ ભવે કરેલી ગલત આજે પણ થશે તો આત્મવિકાસને ટાણે પતિત થઈ જવું પડશે તે સારુ પૂર્વભવની યાદી આપે છે. (૧૯) જેવી રીતે ચંડાલના ઘરે ઉત્પન્ન થઈ તે દુષ્ટ જન્મમાં આખા લેકની નિન્દાને , પાત્ર હતા છતાં પાછળથી શુભકર્મ કરવાથી જ આજે આ ઉત્તમ સ્થિતિમાં પહોંચ્યા છીએ. તે પણ પૂર્વે કરેલા કર્મનું જ પરિણામ છે. (એ ન ભૂલશે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org