________________
પ્રવચન ૧૪
परलोक विधी मान वचन तदती द्रियार्थदग्व्यक्त । सर्वमिदमनादि स्याददै पर्यस्य शुद्धिरिति ॥१२॥
પૂજ્યપાદ ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ હવે આ બારમા લોકમાં ફરમાવે છે કે પહેલેકની સાધનામાં–મોક્ષ સાધનામાં અતિન્દ્રિય પદાર્થોના જ્ઞાતા એવા સર્વજ્ઞ ભગવાનનું વચન એ જ પ્રમાણભૂત છે. સર્વજ્ઞ સિવાય અતિન્દ્રિય (ઇન્દ્રિયાતીત) પદાર્થોનું યથાર્થ પ્રતિપાદન કરવા બીજે કઈ સમર્થ નથી. જે પદાર્થો પાંચે ઈન્દ્રિયોથી અગોચર છે એવા ઈન્દ્રિયાતીત પદાર્થોનું પોતાના કેવળજ્ઞાનથી સંપૂર્ણ જાણીને યથા જણાવનારા હોય તે સર્વજ્ઞ એવા વીતરાગ ભગવંતે છે. સર્વજ્ઞ સિવાય સર્વ પદાર્થોનું સંપૂર્ણ દર્શન કોઈ બીજાને થઈ શકતું નથી. સર્વજ્ઞ સર્વદશ બનવા માટે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય આ ચાર ઘાતી કર્મોનો સંપૂર્ણ નાશ કરવો પડે છે. દરેક જીવને સત્તામાં આવું સંપૂર્ણ ત્રિકાળદર્શી જ્ઞાન પડેલું છે. પણ શુદ્ધ રત્નત્રયીની સંપૂર્ણ આરાધના વગર એવું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. શુદ્ધ વીતરાગમાર્ગની સંપૂર્ણ શ્રદ્ધા, વીતરાગમાર્ગનું સમ્યગ જ્ઞાન અને વીતરાગની આજ્ઞા મુજબનું નિર્દોષ જીવન જીવાય તે જ આવું સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થાય છે. આત્મામાં જ અનંતજ્ઞાન કર્મની માટી નીચે દટાયેલું પડેલું જ છે. ફક્ત આપણે તેને પ્રગટ કરવા માટે ઘાતકર્મની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org