________________
ડથક પ્રવચનઃ ૯૫
માટી દૂર કરવાની છે. કેવળજ્ઞાન એ આત્માનું પિતાનું જ સ્વરૂપ છે. આત્મા કેવળ જ્ઞાનમય જ છે, આત્માના મૂળ સ્વરૂપમાં અજ્ઞાન છે જ નહિ. છતાં આપણી માલિકીની પરમ જયોતિમય વસ્તુ માટે ખાસ પુરુષાર્થ નથી. જાણે અજ્ઞાનરૂપી અંધકારમાં રહેવા માટે આપણે ટેવાઈ ગયા હોઈએ એવું આપણું જીવન જેનાં લાગે છે. નહિતર એમ ન થાય કે હું ત્રણેકાળના સર્વ પદાર્થોને જાણનારા જ્ઞાનવાળે હોવા છતાં ઘડી પછી શું થવાનું છે તે પણ જાણી શક્તા નથી ? કેટલું બધું મારું અજ્ઞાન ! હું અનંત જ્ઞાનસ્વરૂપ હોવા છતાં મારી વર્તમાન દશા કેવી ઘોર અજ્ઞાનભરી છે ! “મારે મારી જ્ઞાનદશા પ્રાપ્ત કરવી જ છે” “મારે સંપૂર્ણ અજ્ઞાન હઠાવવું જ છે” આવા નિરવાળા બનીને જ્ઞાની ગુરુની સેવા વિનય કરીને જિનાગમનું સમ્યજ્ઞાન ભણવા માંડીએ અને સાથે સાથે વિરતિમય (વતમય) જીવન જીવતા જઈએ તે એક દિવસે આપણે આત્મા જરૂર જ્ઞાનથી પૂર્ણ બની જશે. - જન ધર્મમાં એકલા જ્ઞાનથી મોક્ષ બતાવેલ નથી, પણ જ્ઞાન સાથે સંયમ-વિરતિ જોઈએ. - જ્ઞાનનું કામ મોક્ષનો રસ્તો બતાવવાનું અને વિરતિ (સંયમ)નું કામ મોક્ષના પથિકને મોલમાં પહોંચાડવાનું છે. જ્ઞાન મેહરાજાની ભેદી બૅડરચના બતાવે છે. જ્યારે વિરતિ (સંયમ) એ ભેદી ભૂહરચનામાંથી જીવને ઉગારી લે છે. મેહના સકંજામાંથી જીવને છોડાવે છે. વિરતિનું કામ મહારાજાની સેના સામે સતત લડવાનું છે. વિરતિ એટલે ધર્મરાજાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org