________________
૯૬ : જોડણક પ્રવચને સેનાને ચીફ કમાન્ડર. મેહરાજાની સેનાના કુરચા ઉડાડવાનું કામ તેનું. વિરતિ એટલે મેહાન્સ. મહારાજાની સેનાને મુંઝવી નાંખે-ગુંગળાવી દે, શુધબુધ ભુલાવી દે.
વિરતિ વગરનું જ્ઞાન પાંગળું છે. હથિયાર-શસ્ત્ર વગરને સૈનિક ગમે તેટલે બહેશ હેય-પરાક્રમી હેય પણ યુદ્ધ જીતી ન શકે.
૧૯૬૨ માં ચીનના સૈન્ય સામે ભારતનું લશ્કર ટકી ન શકયું નનું કારણ જાણે છે ? આમ તે ભારતનું લશ્કર આખી દુનિયામાં બળવાન ગણાય છે પરંતુ તેની પાસે પૂરતી શસ્ત્રસામગ્રી હતી નહિ એટલે ચીનના લશ્કરની સામે આપણી સેના ટકી શકી નહિ અને પરાજ્ય સ્વીકાર પડો. એમ આંતર શત્રુઓ સામેના યુદ્ધમાં વિરતિ(સંયમ રૂપી અમેઘશસ હેય તે જ મહરાજાની વિરાટ સેનાને પરાજિત કરી શકાય છે.
- જ્ઞાન ભણવાનું છે. તે પણ સંયમ માટે. જીવનમાં સંયમ લાવે, સંયમને વિકાસ કરે, સંયમનું રક્ષણ કરે એ જ સાચું જ્ઞાન છે. પ્રશમરતિગ્રંથમાં પૂજ્યપાદ ઉમાસ્વાતિજી મહારાજા ફરમાવે છે કે-જે જ્ઞાન ચરણકરણનું સાધક બને એ જ સાચું જ્ઞાન. જેમ જેમ જ્ઞાન ભણતા જઈ એ તેમ તેમ જીવન વધુ ને વધુ સંયમી (વન નિયમવાળું) બનવું જોઈએ. જ્ઞાન તા વિરતિને બૂમે પાડીને બોલાવી લે. સાચા જ્ઞાનને તે વિરતિરૂપી બહેન વગર ગમે જ નહિ. અને વિરતિરૂપી બહેનને જ્ઞાનરૂપી ભાઈ વગર ગમે નહિ. આ ભાઈબહેનની જોડી ધર્મરાજાની સેનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org