________________
૮૮ ઇશક પ્રવચનો સુખની અવસ્થામાં જવાનું કદીએ બની શકે નહિ, અશીલની વાસનામાંથી શીલની ભાવનામાં જવાનું બને નહિ, રાગી અવસ્થામાંથી નિરોગી અવસ્થામાં જવાનું બને નહિ, અભણ અવસ્થામાંથી શિક્ષિત અવસ્થામાં જવાનું કદીયે બની શકે નહિ, ગરીબાઈમાંથી શ્રીમંતાઈમાં જવાનું બને નહિ-ગુલામીમાંથી સત્તાધીશ બનવાનું કદીયે બને નહિ, નેકરમાંથી શેઠ બનવાનું કદીયે બને નહિ.
પણ દુનિયામાં આનાથી વિરુદ્ધ પરિસ્થિતિ પ્રત્યક્ષ દેખાય છે. સર્વજન પ્રત્યક્ષ વાતને ઈન્કાર કોણ કરી શકે ?
અનાદિકાળથી કર્મના બંધનમાં પડેલે આત્મા જે કદીયે મુક્ત બની શકવાને જ ન હોય તો, પછી તપ વ્રત નિયમ ( ક્રિયાકાંડો કરવાને શું અર્થ?
અશુદ્ધ બદ્ધ આત્માને શુદ્ધ, મુક્ત બનાવવા માટે તે જ્ઞાની પુરુષોએ વ્રત ત૫ નિયમ ક્રિયાકાંડો બતાવેલાં છે. પણ જે કદીયે આત્મામાં કોઈ ફેરફાર થવાને જ ન હોય તે પછી નકામું વ્રતનું કષ્ટ કોણ ઊઠાવે?
પણુ જગતમાં આપણે જોઈએ છીએ કે પાપી આત્મા પણ સસમાગમથી, વ્રત તપથી પુયામા ધર્માત્મા બની જાય છે, અને એક વખતનો ધમ ગણાતો મનુષ્ય પણ દુર્જનની સેબતથી અને દુષ્ટ વ્યસનોથી ભયંકર પાપી પણ બની જાય છે.
માટે આત્માને એકાંતે ફૂટસ્થ નિત્ય ન મનાય, પણ પરિણામી નિત્ય માનવાને છે. માટે તો આપણે ત્યાં તત્ત્વાધિગમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org