________________
પ્રવચન ૧૩
ગઈકાલના વ્યાખ્યાનમાં આત્માના અસ્તિત્વનો વિચાર કર્યો. હવે આજે આત્મા પરિણમી છે. એ મુદ્દાને વિચાર કરવાનો છે. સાંખ્યદર્શન એ અમાને એકાંતે કુટસ્થ નિત્ય માને છે. કદી કોઈ કાળે આત્મામાં કાંઈ જ ફેરફાર થાય જ નહિ. જેવો છે તેવો જ સદા રહે એવું માને છે. માટે આ સાંખ્યદર્શનની અસત્ય વાતનું ખંડન કરવા “આત્મા પરિણમી છે? એમ પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું,
પરિણામનું લક્ષણ બતાવતાં ટીકાકાર ભગવંત ફરમાવે છે કે
परिणामो अर्थातरगमनं न च सर्वथा व्यवस्थान। न च सर्वथा विनाशः परिणामः ॥
પિતાનું અસલી સ્વરૂપ છેડયા વગર જુદી જુદી અવસ્થામાં ગમન કરનારને પરિણામી કહેવાય છે.
જે આત્માને પરિણામી (નિત્ય) માનવામાં ન આવે તે આત્માનું એક ગતિમાંથી બીજી ગતિમાં જવાનું ઘટી શકે નહિ, એક યોનિમાંથી બીજી એનિમાં જવાનું બની શકે નહિ. એક ધના ભાવમાંથી માનના ભાવમાં જવાનું બની શકે નહિ, માનના ભાવમાંથી માયાના અને માયાના ભાવમાંથી લેભના ભાવમાં જવાનું બની શકે નહિ. દુઃખની અવસ્થામાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org