________________
જોડશક પ્રવચનેઃ ૮૯
સૂત્રમાં પૂજ્યપાદ ભગવાન ઉમાસ્વાતી મહારાજાએ નિત્યનું લક્ષણ બતાવતાં કહ્યું કે–
તદ્માવાવ્યાં નિત્યમાં પિતાના મૂળ સ્વભાવને ત્યાગ ન કરે તે નિત્ય.
પણ જુદા જુદા પર્યામાં ગમન કરવા છતાં પણ જે દ્રવ્ય પિતાને મૂળ સ્વભાવ છેડે નહિ તેને નિત્ય કહેવાય. દા. ત., સોનું.
સોનાની લગડીમાંથી ગમે તેટલા દાગીના બને, જૂના ભાગે, નવા બને પણ તેમાં સેનું તે અનુસ્મૃત-અન્વયી (કાયમ ) હોય જ છે. મૂળ દ્રવ્યને છેડીને તેના પર્યાયે-અવરધાઓ કદીયે અલગ રહી શકતી નથી.
ગુણ પર્યાયવાળું દ્રવ્ય છે.
જ્યાં દ્રવ્ય જાય ત્યાં ગુણપને જવું જ પડે છે. અને દ્રવ્ય પણ ગુણપર્યાયોને છેડીને કદીયે એકલું રહેતું નથી. દ્રવ્યમાંથી ગુણપયાને બાદ કરીએ તે દ્રવ્ય જેવી કોઈ વતુ જ રહેતી નથી અને ગુણપયામાંથી દ્રવ્યને બાદ કરીએ તે ગુણપયા જેવું કાંઈ રહેતું નથી. આધાર વગર આધેય ટકે કયાંથી? અને આધેયને આધીને જ આધાર કહેવાય છે.
માટે આત્માને જે પરિણાની–પરિવર્તનશીલ માનવામાં ન આવે તે આખી તત્વવ્યવસ્થા ખોરવાઈ જાય છે. લેક વ્યવસ્થામાં મોટું ભંગાણ પડે છે. પરલેક સાધના અને મોક્ષ સાધના જ ઊડી જાય. માટે આમાના અસ્તિત્વના સ્વીકાર સાથે આત્મા પરિણમી નિત્ય છે એમ સ્વીકારવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org