________________
૮૪ બોડશક પ્રવચન આત્મા છે તેના ઉપર જ આપણી દષ્ટિ સ્થિર રહેવી જોઈએ. અસલમાં તે બધા નું સુખ, આનંદ, ગુણે, જ્ઞાન, શક્તિ, તેજ, પ્રભાવ, એશ્વર્ય વગેરે એકસરખું જ છે, જે અત્યારે વિષમતા દેખાય છે તે કર્મફત જાણવી. અને કર્મકૃત હોય તે હંમેશાં નર હોય. માટે નશ્વરભાવ તરફ દષ્ટિ ન લઈ જતાં શાશ્વત આત્મા અને આત્માના ગુણે તરફ દષ્ટિ રાખવી જોઈએ.
દરેક પ્રાણીમાં સુખદુઃખની લાગણીવાળા આત્માને સ્વીકાર કર્યા પછી તે છે સાથે જડ જેવો વ્યવહાર ન રખાય. તે પછી તે બગીચામાં લીલા ઘાસ ઉપર બેસતા ચાલતા સૂતા વિચાર રહેવું જોઈએ કે આ હું જીવતા જીવ ઉપર બેઠો છું – સૂતે છું માનું છું.
ઝાડનું પાંદડું તેડતાં, લીલું શાક સમારતાં, લીલું દાતણ ચાવતાં, બીડી પીતાં, ચૂલો સળગાવતાં, રસેઈ કરતાં, કાચું પાણી ઢળતાં, પંખાથી પવન ખાતાં, માટી ખૂંદતાં, કાચું મીઠું વાપરવાં, કીડીઓ ઉપર પગ મૂકતાં, હિંસક વેપાર કરતાં, કપડાં જોતાં, વાસણ માંજતાં, ન્હાતાં, અળગણુ પાણી ઢળતાં, જોયા વગર અનાજ દળાવતાં. જોયા વગર અનાજ રાંધતાં, અભક્ષ્ય ખાતાં, કંદમૂળ ખાતાં, વાસી ખાતાં, રાત્રી ભોજન કરતાં, ગમે ત્યાં જોયા વગર માત્રુ ઠલે કરતાં, ગમે ત્યાં લીંટ કફ નાંખતાં, ગમે ત્યાં જીવવાળી જગ્યાએ બેસતાં, ઊભા રહેતાં, ચાલતાં, હૃદયમાં અરેરાટી થવી જોઈએ. બને ત્યાં સુધી જીવ મરે, તેને દુઃખ ત્રાસ કિલામણ સંઘટ્ટો થાય એવી એકે પ્રવૃત્તિ ન કરવી જોઈએ. જેમ બને તેમ નિરવઘ (પાપ વગરનું) અહિંસક જીવન જીવવા પ્રયત્ન કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org