________________
ડિસક પ્રવચનઃ ૮૧ શરીરના માળામાંથી આત્મારૂપી હંસલે ઊઠી જતાં ખાલી પડેલે શરીરરૂપી માળે પછી નથી ખાતે, નથી પીતે, નથી વાતે કરતે, નથી બોલતા, નથી ક્રોધ કરતે, નથી શેક કરતે, નથી ભણત, નથી રૂપિયાને યાદ કરતે, નથી પત્નીને યાદ કરતે, નથી કાંઈ વિચારતે દેખાતે, બાળી નાંખે તેપણ જરાયે તે દુઃખ ત્રાસની લાગણી બતાવતો નથી, બાળનારને મારવા ઊઠત નથી. ' માટે તો આ બધું આનંદ મંગલ લીલા લહેર બધી આત્માને આભારી છે. આત્મા જ્યારે આ દેહમાં નહિ હોય ત્યારે આનંદ મંગલ લીલા લહેર નહિ હોય, અને છતી હવાએ શ્વાસ પણ પછી નહિ લઈ શકે. માટે જેના લીધે આ બધું સુખ સાહ્યબી છે તે આત્માની ચિંતા કરે. તેને ભવની કેદમાંથી છોડાવવા પ્રયત્ન કરે. કમની ગુલામીમાંથી મુક્ત કરે, ક્રોધાદિ વિકારથી તેને બચા, આહારાદિ સંજ્ઞાઓથી, વિષય વાસનાઓથી તેને આ રાખે, અને આત્માને દાન, શીલ, તપ શુભ ભાવનામાં જોડે, જ્ઞાન ધ્યાનમાં તેને અમૃત પાન કરાવે. વ્રતનિયમમાં તેને જોડે, દેવસેવા, ગુરુસેવા, તીર્થસેવામાં લગાડી દો. આથી તમારો આત્મા સદા માટે સુખી સદા આનંદી બની જશે. આ વિષય વાસના અને ક્રોધાદિ પાપોથી આ આત્મા અનાદિ કાળથી ચારે ગતિમાં અને ચોરાશી લાખ નિમાં જન્મમરણ કરી રહ્યો છે. વિષય વાસનાથી હિંસાદિ પાપ કરે છે, ક્રોધ માન, માયા, લેભ સેવે છે, વિશ્વાસુને ઠગે છે, છળ પ્રપંચ કરે છે, કાવા દાવા કરે છે, લંધા ચત્તા કરે છે, કાળા બજાર, બે - ભા. પ્ર. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org