________________
શિક પ્રવચને ૭૯ સ્વીકારેલું છે. જે મૂળમાં આત્મા જેવી વસ્તુ જ ન હોય તો પછી તેના આધારે જીવનારાં બીજા તરવાની વિચારણા કરવી જ અસ્થાને ગણાશે. પુત્ર છે તે તેના ભણતરની, તેના સગપણની, તેના લગ્નની ચિંતા કરવાનું રહે, પણ મૂળમાં પુત્ર જ ન હોય તે પછી બીજી તેને અંગેની ચિંતા કરવાનું જ કયાં રહે છે?
જ્ઞાન સુખ દુઃખ શેકાદિ લાગણીઓવાળા આત્માનું અસ્તિત્વ સ્વીકારવું જોઈએ. આ ગુણે આત્મા સિવાય બીજે ક્યાંયે જણાતા નથી. જ્યાં વસ્તુના ગુણે હેાય ત્યાં વસ્તુ હેય જ. ગુણ વગર ગુણે એકલા નિરાધાર કદીયે રહી શકતા નથી.
જડ પુદ્ગલમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંગ, વિભાગ વગેરે ગુણે જણાય છે. પણ ત્યાં જ્ઞાન, સુખ, દુઃખ શેકાદિ લાગણીઓ જણાતી નથી. માટે ચારે ગતિમાં અને પંચમ ગતિ મોક્ષમાં પણ આભા રહે છે. કોઈ કાળે આત્મા નહેતે અને નહિ હેય એવું કદીયે બનવાનું નથી. આત્મા અનાદિ અનંત છે માટે ભૂતકાળમાંયે હતે, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાને છે. ત્રણે કાળમાં તે અખંડ છે, અવિનાશી છે.
જે આત્માને ન માને તો ખાવાપીવાની ક્રિયાઓ કેણું કરે છે? અમુક પ્રકારનાં કપડાં પહેરવાની અને ઉતારવાની ક્રિયા કોણ કરે છે! તિજોરીમાં ધન લાવીને ગણીને કણ મૂકે છે? તિજોરીમાંથી કારણ પ્રસંગે ધન કે કાઢે છે? વેપાર નેકરી કેણ કરે છે? ચેપડાના હિસાબ કણ રાખે છે ? જમા ઉધારનો મેળ કેણ મેળવે છે? નફો મળતાં કેણ આનંદમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org