________________
- ૭૦ : શિક પ્રવચને
અશુદ્ધ અનુષ્ઠાન કરનારમાં આ ત્રણ દૂષણે હેાય છે– (૧) મોટા મોટા શાસન માલિન્ય થાય તેવા દે સેવે.
(૨) અને નાના નાના ભૂમિ દોષોથી બચવાનો પ્રયત્ન કરે એટલે કે ઈને શંકા ન પડે કે આ મોટા મોટા મોટા દોષો સેવતો હશે. મોટા મોટા દે ઢાંકવા નાના નાના દોષમાં ખૂબ યતના જાળવે. અને બીજાને એવી પ્રતીતિ કરાવવા પ્રયત્ન કરે કે જાણે આ તે બિલકુલ ધાર્મિક જ છે.
(૩) સજજન સાધુ પુરુષની નિંદા ટીકા ટીપ્પણીઓ દ્વેષ બહુ કરતા હોય.
આથી નિપુણ બુદ્ધિવાળા માણસે જાણી જાય કે આનું અનુષ્ઠાન અશુદ્ધ છે. કેવળ મેહના ઉદયથી, ભૌતિક લાલચથી કરે છે એમ જાણી જય છે.
આજે આપણે વર્તમાન સંઘ ઉપર દષ્ટિપાત કરીશું તે આવું અનુચિત ઘણું દેખાશે. એક બાજુ બજારમાં ભારેભાર અનીતિ કરી, અનેકના શ્રાપ લેતો હોય છે અને બીજી બાજુ એક કીડી મરી ગઈ તે બૂમાબૂમ કરી મૂકશે.
એક બાજુ બાયડી જોડે ખૂબ ઝઘડી પછી રામાયિક લઈને બેસશે. તે એક બાજુ હોટલમાં ગમે તેવું અભક્ષ્ય ખાઈ આવશે અને ઘરમાં જરાક તિથિના દિવસે લીલું શાક ભૂલથી રાંધ્યું હશે તા ઘરવાળીને ઉધડી લઈ નાંખશે.
- સાધુ હોય તો એક બાજુ ગુરુનો ખૂબ અવિનય આશાતના કરીને પછી ગુરુના પગ દાબવા બેસશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org