________________
શિક પ્રવચને ઃ ૬૬
ભૂતકાળમાં એમ તે મલીન આશયથી તો અનંતી વાર સાધુવેશ પહેર્યો. અનંતા વ્યલિંગ લીધાં, પણ ભાવની અલીનતાના ગે તે સાધુલિંગે નિષ્ફળ ગયાં.
अनंतशो द्रव्यलिंग ग्रहण श्रवणात् । અર્થ :–અવંતીવાર દ્રવ્યલિંગ ગ્રહણ કર્યા.
દંભ દેખાવ માયાચાર, ઈર્ષા, રાગદ્વેષ, મોહ મમતાના ત્યાગ વગર એકલે બાહ્ય ત્યાગ બહુ કારગત નીવડતો નથી.
નિર્મળ મનવાળે મુનિ કહેવાય. આને અર્થ એ નથી કે સાધુપણું ન લઈએ તો પણ ચાલે. પણ અહિંયાં માયાચારના ત્યાગ ઉપર ભાર મૂક્યો છે. - માયાચાર-મિથ્યાચારને છેડીને શુદ્ધ અંતઃકરણથી કરાતું સદુઅનુષ્ઠાન એ જ ધમની કેટીમાં ગણાય છે એ વાત છે.
હવે મધ્યમબુદ્ધિ ચારિત્રને વિચાર કરે છે તે ચારિત્ર શું વસ્તુ છે તે વાત હવે પછીના સાતમા કલેકમાં ગ્રંથકાર ભગવંત ફરમાવે છે–
वृत्तं चारित्रं खल्वसदार भविनिवृत्तिमत्तच्च । सदनुष्टानं प्रोक्तं काये हेतृपचारेण ॥७॥ વૃત્ત એટલે વર્તન. વિધિ પ્રતિધરૂપ વર્તન એનું નામ ચારિત્ર. અનુષ્ઠાન એ ચારિત્રગુણને હેતુ હેવાથી સદ્દઅનુખાનને જ કારણમાં કાર્યનો ઉપચાર કરીને ચારિત્ર કહયું, પણ એ સદ્અનુષ્ઠાન અશુભ આરંભથી નિવૃત્ત થયા વગર ન આવે. જીવઘાતક અશુભ પ્રવૃત્તિઓને ત્યાગ કરવો જોઈએ. હિંસાદિ આશ્રવનાં દ્વારા પ્રતિજ્ઞાપૂર્વક બંધ કરી પંચાચારમય જીવન જીવવાથી સાચું ચારિત્ર આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org