________________
૫૮ : શિક પ્રવચન તે લેવાની ભાવનાથી થતા પરિગ્રહને ત્યાગ એ સાચો ત્યાગ નથી.
આત્મકલ્યાણની દષ્ટિએ થતા પરિગ્રહને ત્યાગ એ જ સાચે ત્યાગ છે.
તમે સમાજમાં માન પ્રતિષ્ઠા મેળવવા હજારો લાખનું દાન કરે તે પણ હજારો લાખેના બદલામાં તમારે માન પ્રતિષ્ઠા મેળવવાની જ કામના હોય, તો તે વસ્તુતઃ દાન નથી, પણ એક પ્રકારને વેપારી દે છે. - પરિગ્રહને પાપ માની, પરિગ્રહ એ માનવજાતને વિનાશ કરનાર ભયંકર દુઇ ગ્રહ છે એમ માની કરેલે પરિગ્રહત્યાગ એ જ સાચે ત્યાગ છે. ત્યાગના બદલામાં વધુ લેવાની દુષ્ટબુદ્ધિ ન જોઈએ. - પરિગ્રહને રાગ-મમતા છૂટી જવી જોઈએ. માટે તે નવ પ્રકારના બાહ્ય પરિગ્રહને ત્યાગ તે અનંતીવાર સાધુપણું
સ્વીકારતાં કર્યો, પણ ૧૪ પ્રકારને આંતર પરિગ્રહનો ત્યાગ કર્યો નહિ,માટે તા બાહ્ય પરિગ્રહને કરેલ ત્યાગ નિષ્ફળ ગયે. દષ્ટિ અંદરમાં રાખીને મસાધના થાય છે. બહારમાં દષ્ટિ રાખીને સાચી આત્મસાધના ન થાય.
- પરિગ્રહથી આરંભ-સમારંભ વધે છે અને આરંભ–સમારંભથી પાપે વધે છે અને પાપો વધવાથી જન્મમરણરૂપ સંસાર વધે છે. માટે જન્મ-મરણરૂપ સંસારનો નાશ કરવા પરિગ્રહનો ત્યાગ અનિવાર્ય છે. પણ શુદ્ધ આત્મકલ્યાણની કામનાથી પરિગ્રહને ત્યાર થાય તે જ આત્મવિકાસ થાય. ઉપર ઉપરના પરિગ્રહત્યાગથી ત્યાગી ન બની શકાય. પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org