________________
શિક પ્રવચનઃ ૫૭ બાહ્ય પરિગ્રહને ત્યાગ કર્યા પણ આંતર ક્રોધાદિ કષાયેરૂપ પરિગ્રહને ત્યાગ નથી કર્યો ત્યાં સુધી તેનામાંથી ભેગનું ઝેર, પરિગ્રહનું ઝેર નીકળી જતું નથી.
કહે છે ને કે “માથું મુંડાવ્યું પણ મન ન મુંડાવ્યું એવી દશાવાળા માટે આ વાત છે. ખરાબ માન્યા વગરને ત્યાગ એ ખરેખર ત્યાગ નથી. અંતરમાંથી પરિગ્રહની મમતા, તેનું સારાપણું ગયું નથી તે એકલા બાહ્ય પરિગ્રહને ત્યાગથી કાંઈ વળે નહિ.
જે ચીજનો ત્યાગ કરીએ તે ચીજ પ્રથમ ત્યાજય લાગવી જોઈએ. તેની ખરાબીનું તાદશ ભાન જોઈએ. આત્માને અપકાર કરનાર છે, દુર્ગતિને હેતુ છે, આત્માની પિતાની ચીજ નથી, “ક્ષણભંગુર છે પરિગ્રહ એ ભૂંડે છે,” આવી બુદ્ધિથી કરેલે પરિગ્રહનો ત્યાગ એ જ સાચો ત્યાગ છે. બાકી વધુ પ્રિય મેળવવા ઓછા પ્રિયને ત્યાગ કરનારા જગતમાં ઘણુય જેવા હોય છે. અલ્પ પરિગ્રહના ત્યાગથી વર્ગનું વિમાન મળે છે, મનુષ્યલેકમાં રાજા મહારાજ બનાય છે માટે લાવ પરિગ્રડને ત્યાગ કરી સાધુ બની જાઉં? આવી મલીન બુદ્ધિથી કરલે પરિગ્રહનો ત્યાગ વસ્તુત: ત્યાગ જ નથી. પણ એક પ્રકારને વેપારી સદે છે. “હું પાંચ રૂપિયા છેઠું જે મને પરભવમાં પાંચ લાખ મળતા હોય તે પાંચ રૂપિયાના દાનના બદલામાં પાંચ લાખની લાલચથી કરાતા પાંચ રૂપિયાને ત્યાગ એ વસ્તુતઃ ત્યાગ છે જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org