________________
૫૬ પડશક પ્રવચને બેધિને દુર્લભ બનાવે છે, માટે ગુણ વગરના, સાધ્વાચારના પાલન વગરના એકલા સાધુવેશથી કાંઈ વળે નહિ.
માટે સાચા ધર્મના અર્થીએ એવા કેવળ વેશધારી સાધુને પષવા નહિ, સત્કારવા નહિ વંદન નમસ્કાર કરવા નડિ જોઈએ. રન ધર્મમાં કેવળ સાધુવેશની કાંઈ જ કિંમત નથી. વેશ પ્રમાણેનું વર્તન જોઈએ ત્યાગીનો વેશ પહેરીને ભેગી જેવું જીવન જીવનારા સાધુઓ વેશધારી સમજવા. માટે આ કલિયુગમાં કુગુરુએનું બાહુલ્ય હોવાથી સુગુરુઓને શોધવા ગુણદોષને વિવેક કરવા પડશે.
જે સાધુવેશ પહેરે છે તે બધા જ સાધુએ સરખા એમ ન કહેવાય માટે સાચા ધર્મને અથએ સાચા ધર્મગુરુની પરીક્ષા કરવી જોઈએ. માત્ર સાધુને વેશ નહિ જોવાનો.
હવે શિધ્ય પ્રશ્ન કરે છે કે તમે બાધવેશની ગણતા બતાવી પણ સાધુવેશ લેતાં તે જીવ ધન ધાન્યાદિ પરિગ્રડને ત્યાગ તે કરે છે ને? તે તેનામાં સાધુતા કેમ ન હોય? તેને ત્યાગી કહેવામાં શું વાંધો ?
તે હવે પાંચમા લેકમાં ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહા રાજ આ પ્રશ્નને જવાબ આપતાં કહે છે –
વાહ્યગ્રંથરાજ વાર તત્ર તરતનg | कंचुकमात्रत्यागान्न हि भुजगो निर्विषो भवति ।। ५ ।।
બાહ્ય ધન ધાન્ય સ્વજન વસ્ત્રાદિ રૂપ પરિગ્રહને ત્યાગ કરવા માત્રથી તે ત્યાગી બની જતે નથી જેમ કાંચળીના ત્યાગ માત્રથી સર્પ નિર્વિષ (ઝર વિનાનો) બની જતો નથી તેમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org