________________
શિક પ્રવચને ૫૫ આ તે અહિં પૂજ્યપાદશ્રીને એટલા માટે સાધુવેશની નિષ્ફળતા બતાવવી પડી કે જગતના તદ્દન ભેળા વિવેક વગરના બાલજી કેવળ સાધુવેશના જ પૂરી બની જાય છે. તને સાવધાન કરવા સાધુવેશ એકલે પૂજનીય નથી એમ સૂચવ્યું. આજે આપણે ત્યાં પણ કેટલેક વર્ગ એમ બોલે છે કે ફલાણુ મહારાજમાં બીજું કાંઈ નહિ તા સાધુવેશ તે છે ને? આપણા કરતાં તો સારા છે ને? આમ બોલીને ગુણ વગરના, સાધુતા વગરના માત્ર સાધુવેશને મહત્વ આપીને વંદન નમસ્કાર સત્કાર કરે જ છે ને ? પણ અહિં ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ એવા કેવળ સાધુને બાહ્ય વેશ જોઈને ઝૂકી પડનારા છ માટે ચેતવણીને ઘંટ વગાડે છે કે ત્યાં તમે એવા વેશધારી સાધુઓ પાસે જશે તે ત્યાંથી તમને સાચે ધર્મ નહિ મળે, ઠગાશો. ધર્મની ઈચ્છાથી ગયા હશે તે પણ એવા વેશધારી સાધુઓ અગ્ય એ જોઈને તમે સાવ ધર્મશ્રદ્ધાથી ભ્રષ્ટ થશે. માટે કેવળ સાધુનો વેશ ન જોતાં તેને આચારવિચાર, સાપુતા, સંયમ, તપ, ત્યાગ, વેરાગ્ય, જ્ઞાન, ધ્યાન પણ જોતાં શીખે.
આજીવિકા ખાતર, માન સન્નાર ખાતર, પૂજા પ્રતિષ્ઠા ખાતર પણ સાધુવેશ ધારણ કરનારા ઘણાયે હોય છે. વિનયરને પણ ૧૨ વર્ષ સુધી સાધુવેશ રાખ્યા હતા ને? પણ શા માટે? ઉદયી રાજાનું ખૂન કરવા માટે જ ને?
બદઇરાદાથી પહેરેલા સાધુવેશથી કાંઈ જ આત્મકલ્યાણ નથી. ઉપરથી દંભ માયાચાર સેવવાથી પાપ બંધાય છે, શાસનનું માલિન્ય થાય છે. પિતાની અને બીજા જીવોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org