________________
પિડશક પ્રવચનેઃ ૫૩
દેવ ગુરુ ધર્મની વિધિપૂર્વક આરાધના કરે છે. મેક્ષના શુદ્ધ આશયને ધરનારો હોય છે. તેના જીવનને આદર્શ ઉચ્ચ અને પવિત્ર હોય છે. ચારિત્રશીલ અને ગીતાઈ ગુરુઓની સેવા કરીને પ્રવચનકુશળ બનેલે પ્રાયઃ હોય છે. તત્ત્વની વાતમાં અબ્રાન્ત હોય છે. મોક્ષમાર્ગને નિર્ણય કરી લીધેલ હેય છે. સંસારની નિગણતા અને મોક્ષની સગુણાના સ્પષ્ટ ખ્યાલવાળે હોય છે.
પૈસા, પત્ની, પરિવાર, પદ પ્રતિષ્ઠાના મોહથી પર હોય છે. ગમે તેવી મુશ્કેલીમાં પણ ધમને છેડતો નથી. આગમાનુસારી દેશના આપનારો આ બુધપુરુષ હોય છે. ખૂબ જ પાપભીરુ, ભવના ભયવાળ, વૈરાગી, સંવેગી, દયાળુ, દઢ આસ્તિક આ જીવ હોય છે. જિનવાણીને ભારે શનિ હોય છે. વારંવાર શાસ્ત્રની વાતને વિચારે છે, યાદ રાખે છે.
સદાગમરૂપી ભગવાનને પરમ ભક્ત હોય છે. શ્રતધર્મ અને ચારિત્રધર્મનો આરાધક હોય છે.
આ રીતે બાલ મધ્યમ અને બુધ જવનું સ્વરૂપ જાણીને આપણે કઈ કક્ષામાં છીએ ત અવયં વિરારી લેવું.
અંતે, આપણે બુધની કક્ષામાં આવ્યા સિવાય છૂટકો નથી. તે સિવાય આત્માને ઉદ્ધાર શક્ય નથી.
સર્વ મંગલ માંગલ્ય....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org