________________
૪૬ઃ ષોડશક પ્રવચને તે કામ કર્યા કરે, ગુરુમહારાજનું સાંભળે નહિ, કહે તે ઉપરથી રોષ કે રીસ કરે તે આવા સાધુ-સાધ્વીઓ બાળ છની કેટીમાં ગણાય.
આસન વગર સીધેસીધા સાદુથી જમીન ઉપર ન બેસાય છતાં જાણીબૂઝીને વારંવાર તેમ કરે, ગુરુ નિષેધ કરવા છતાં માને નહિ, સામે ઉદ્ધત જવાબ આપે તો સમજવું કે આ સાધુ બાળજીવની કેટીમાં છે. - શા શસ્ત્રવિરુદ્ધ બોલવાની મનાઈ કરી છે, છતાં જાણીબૂઝીને લોકરંજન ખાતર, સ્વાર્થ ખાતર, સાધુ શાસ્ત્ર વિરુદ્ધ બેલે, બેલ્યા પછી તેને પશ્ચાત્તાપ પણ ન કરે, આલેચના પ્રાયશ્ચિત પણ ન કરે, ઉપરથી પોતાની વાતને નિર્દોષ ઠરાવવા સૂત્રોના અર્થો મરડી નાંખે. ઊંધા અર્થો કરે, છિપુરુ (ગીતાર્થપુરુષો) કહે કે “તું શાસ્ત્રવિરુદ્ધ પ્રરૂપણ કરે છે બંધ કર” તો તેની સામે પણ યદ્રા તઢા બેલી બફારા કાઢી તેઓનું અપમાન કર, તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરે તો સમજવું કે આ સાધુ બાલની કેટીમાં છે.
લગભગ આ બાળજીવે પરલોકને ડર, પાપનો ડર, વિરાધનાને ડર મૂકી દીધું હોય છે. માતેલા સાંઢની માફક ગમેતેમ શાસ્ત્ર વિરુદ્ધ પ્રવૃત્તિઓ કર્યા કરતા હોય છે. હિતસ્વીઓની હિતશિક્ષા સાંભળવાની લાયકાત પણ ગુમાવી નાંખી હોય છે. આ બાળજીવ લગભગ અપ્રજ્ઞાપનીય હોય છે. આવા બાલના સમાગમમાં આવનારા માણસેનું પણું જીવન બગાડે છે. ધર્મશ્રદ્ધાથી ભ્રષ્ટ કરે છે. શાસ્ત્ર વિરુદ્ધ અસમંજસ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org