________________
ષોડશક પ્રવચને ૪૩
ચાલનારે હોય છે. કહેરી, લેસંજ્ઞાને ત્યાગી હોય છે. લેકે શું કહે છે? લોકોને શે અભિપ્રાય છે ? તે જેવાને બદલે આ પંડિત પુરુષ મારા જિનના આગમ-શા શું કહે છે? તેની શી આજ્ઞા છે એ જેનારો હોય છે.
આગમપુરસ્સર ધર્મક્રિયાઓ કરનારો હોવાથી સ્વ–પર ઉપકારક બને છે. અનેકને ધર્મ પામવાનું નિમિત્ત બને છે. આગમાનુસારી-જિનાજ્ઞા મુજબની ક્રિયા કરવાને ખૂબ જ આગ્રહી હોય છે, જિન વચને ખૂબ પક્ષપાત હોય છે. ધર્મતત્ત્વનો નિર્ણય જિન વચનને અનુસાર કરે છે. સુદેવગુરુધર્મને આરાધક હોય છે. સંઘ વાત્સલ્ય કરનારો હોય છે. દરેક પ્રવૃત્તિમાં ગુરુલાઘવના વિચારવાળે હેય છે. લાભ-નુકસાનને બરાબર વિચાર કરીને જે પ્રવૃત્તિમાં લાભ ઘણે હોય અને નુકસાન થવું હોય તેવી પ્રવૃત્તિ કરનારો હોય છે. જેનું પરિણામ શુભ હોય તેવી પ્રવૃત્તિ કરે છે. દેવગુર સંઘને ગૌરવ અપાવે એવી પ્રવૃત્તિ કરનારે હોય છે. '
આ રીતે સામાન્યતઃ બાલ મધ્યમ અને બુધજનનું સ્વરૂપ આપણે જોયું.
આવા બુદ્ધિવિકલ બાલાજી તમારામાંયે હોય અને અમારામારો હોય. શા નિષિદ્ધ કરેલી–મનાઈ કરેલી પાપક્રિયાઓ કરતો હોય તે એ જીવ બાલની કેટીમાં આવે. હું આ શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરીશ તે મને પાપ લાગશે, મારે પરલોક બગડશે, સંસારવૃદ્ધિ થશે એવા ભય લગભગ આ બાળજીવને નથી હોતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org