________________
૪૦ : ડક પ્રવચને
જેમ આત્મા સ્વર્ગમાં છે તેમ નરકમાં છે. પણ પછી એકસાથે આત્માને સ્વર્ગના સુખને અને નરકના ઘેર દુઃખનો અનુભવ થવો જોઈએ.
પછી સ્વર્ગમાં કે મોક્ષમાં જવા તપ ત્યાગ વતનિયમોના પાલનની પણ જરૂર રહેતી નથી. કારણ કે આત્મા સર્વવ્યાપી હેવાથી સ્વર્ગમાં છે અને મોક્ષમાર્યો છે જ તે પછી ત્યાં જવાનું શું ?
આમ આ બેટો સિદ્ધાંત સ્વીકારવાથી આચારપાલનની વાત જ ઊડી જાય છે, માટે કહ્યું કે શા પ્રતિપાદન કરેલા સિદ્ધાંતને પણ તર્કની એરણ ઉપર ચઢાવી કસોટી કરી લેવી જોઈએ.
આ તાપ પરીક્ષામાં જે શાસ્ત્ર ઉત્તીર્ણ થાય તે જ શાસ્ત્ર સાચું સમજવું. અને તે પછી શાસ્ત્રાધારે સાચા ધર્મનું સ્વરૂપ સાચા ગુરુ પાસે સાંભળવું અને ધર્મના મર્મને જાણ ધર્મની સૂમ પરિભાષા સમજીને તેનું યથાશક્તિ પાલન કરવામાં તત્પર બનવું. - કેવળ ધર્મની સૂકમ જાણકારીથી આત્માનો ઉદ્ધાર ન થાય, પણ તેના સમ્યગૂ પાલનથી આત્માનો ઉદ્ધાર થાય. કેવળ દવાના જ્ઞાનથી કે શ્રદ્ધાથી રેગ ન જાય, પણ દવા ખાવી પડે, કુપથ્ય છોડવું પડે, પથ્યનું બરાબર પાલન કરવું પડે. એમ ધર્મઔષધની એકલી શ્રદ્ધા કે જાણકારી મેળવી લેવાથી કર્મરેગ ન જાય પણ સાથે સાથે પાપરૂપી કુપચ્ચને ત્યાગ, કલ્યાણમિત્રને સમાગમ કરવારૂપ પથ્યના પાલન સાથે અહિંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org