________________
ડાક પ્રવચનેઃ ૩૯ અનેક સૂક્ષમ જીવરક્ષા માટેના ઉપાયો નિગમોમાં વિસ્તારથી સમજાવેલાં છે. - અહિંસાની કેવળ શાબ્દિક વાતોથી ન ચાલે, પણ જીવનમાં તેને સક્રિય અમલ કરવા માટે વિવિધ ઉપાય બતાવેલા પણ હેવા જોઈએ. જૈનધર્મને સૂક્ષ્મ અભ્યાસ ગુરુગમથી કરવાથી સાચો ધર્મ કે હોય તેની ખબર પડશે.
પ્રશ્ન : શાસ્ત્રની તાપ પરીક્ષા એટલે શું?
જવાબ :–આચારનાં આધારભૂત સિદ્ધાંતે શાસ્ત્રમાં કેવા બતાવેલા છે તેની ચકાસણી કરવી તેને તાપ પરીક્ષા કહેવાય છે.
સિદ્ધાંત સાચો હોય તે જ આચારની સત્યતા સમજવી. સિદ્ધાંતના મજબૂત પાયા ઉપર જ આચારને મજબૂત મહેલ ચણાય છે. પણ સિદ્ધાંતરૂપી પાયે જ ખોટો હોય, કાચ હોય તે તેના ઉપર ચણેલા મોટા આચારના મહેલને પણ તૂટી પડતાં વાર નહિ. માટે શાસ્ત્રમાં કેવા સિદ્ધાંત બતાવેલા છે તે જોવું.
દા. ત., આત્મા સર્વવ્યાપી છે, આ વેદાંતીએ સિદ્ધાંત થા .
હવે જે આત્મા સર્વવ્યાપી એટલે સર્વત્ર હોય તે પછી જીવની ગતિ અને આગતિ ઘટી શકે નહિ. બંધ અને મોક્ષની વ્યવસ્થા પણ ઊડી જાય. જેમ આત્મા સંસારમાં છે તેમ મોક્ષમાં પણ છે જ. તે પછી સંસારમાંથી મોક્ષમાં જવાની જરૂર જ ક્યાં ઊભી થાય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org