________________
૩૮: છોડશક પ્રવચને બતાવેલા ન હોય તે કેવળ વિધિનિષેધ બતાવવાને બહુ અર્થ સરત નથી.
જેમ આપણે ત્યાં અહિંસાનું વિધાન કર્યું તે સાથે સાથે સમિતિ ગુપ્તિનું પાલન વ્રત નિયમનું પાલન પણ બતાવ્યું. જેથી અહિંસાનું પાલન બની શકે. સાધુની ગોચરીની ગષણામાં પણ કેટલી બધી જયણા જાળવવાનું જણાવેલું છે?
કાચા પાણીવાળા હાથથી કોઈ ગોચરી પાણી વહોરાવે તો લેવું નહિ, કાચી વનસ્પતિ ઉપર વસ્તુ ઉઠાવીને વહેરાવે તો પણ સાધુએ લેવું નહિ.
અનાજ દળતી, પીસતી, વીણતી બાઈને હાથે ગોચરી વહોરવી નહિ. પોતાના નિમિત્ત બનાવેલાં આહાર પાણી લેવાં નહિ.
અંધારું હેય ને દી કરીને સાધુને વહેરાવે તે પણ સાધુએ વહેરવું નહિ.
બાઈ ગર્ભવતી હોય અને છેલે મહિને જતા હોય તે બેઠેલી ઊભી થઈને કે ઊભી થયેલી બેસીને વહોરાવે તો પણ લેવું નહિ. ગર્ભને જીવને અને ગર્ભવતી બાઈને બેસ ઊઠ કરવાથી પીડા થાય માટે. સામે ઉપાશ્રયે લાવીને સાધુને વહેરાવે પણ સાધુ વહોરે નહિ.
એમ સાધુ થંડીલ ભૂમી જાય (સંડાસ જવા) ત્યાં પણ કેટકેટલી સાવધાની જ્ઞાનીઓએ આપી છે. માત્રુ, ઠલ્લે, પાણી ક્યાં પરવવાં, કેવી જગ્યા ઉપર, કેવી રીતે પાઠવવાં વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org