________________
પ્રવચન ૫.
પ્રથમ જોડશકમાં ધર્મપરીક્ષાને અધિકાર ચાલી રહ્યો છે. સાચા ધર્મની પરીક્ષા કરતાં પહેલાં જેમ ગઈકાલના વ્યાખ્યાનમાં ધર્મગુરુના લક્ષણો વિચાર કર્યો, તેમ ધર્મનું પ્રતિપાદન કરનારા ધર્મશાની પણ પરીક્ષા કરવી જોઈએ. કહ્યું છે કે--
धर्माधर्म व्यवस्थायाः शास्त्रमेव नियामकम् । ધર્મ-અધર્મની વ્યવસ્થાનું નિયામક શાસ્ત્ર છે. એટલે આને ધર્મ કહેવાય અને આને અધમ કહેવાય તેની સમજ આપનાર શાસ્ત્ર છે. માટે શાસ્ત્રની પણ પરીક્ષા કરી લેવી, જેથી ધર્મની પરીક્ષા કરવાનું સરળ બની જાય.
જેમ સેનાની પરીક્ષા ત્રણ રીતે થાય છે. કપ, છેદ અને તાપથી તેનું સાચું છે કે ખોટું તેની ચકાસણી કરવા પ્રથમ તે તેને કટીના પથ્થર ઉપર ઘસવામાં આવે છે. કર્ણ પરીક્ષામાં કદાચ ઉત્તીર્ણ થઈ ગયું પણ અંદરમાં ગોટાળે દેખાય તે તે સેનાને કાપે–છે. તેમાંથી એ કદાચ પસાર થઈ ગયું તે પણ આખરી પરીક્ષા માટે તેને અગ્નિમાં નાંખે છે. તેમાં જે જરાયે ઝાંખું ન પડે અને ઉપરથી તેને ચળકાટ વધે તે આ સેનું . ટચનું છે એમ સાબિત થાય છે, એમ શાસ્ત્રની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org