________________
૩૪: શક પ્રવચને
' આહારની શુદ્ધિમાં સત્ત્વશુદ્ધિ રહેલી છે. સત્ત્વશુદ્ધિથી જ સાચો ધર્મ થાય છે. માટે સાચા ધર્મના અથએ આહારશુદ્ધિ માટે પણ ધ્યાન આપવું પડશે. માનવ માટે આહાર ઉપરાંત તેના વાંચન, સહવાસ, દશન, રહન સહન અને દિનચયને પણ વિચાર કરવું પડશે.
આજના માનવને સાચે માનવ બનાવવા શુદ્ધ શાકાહારી આહાર, ફેટલ અને રેસ્ટોરન્ટનાં હલકાં ખાનપાન બંધ કરાવવાં પડશે. અશ્લિલ સાહિત્ય પડાવી લેવું પડશે. સિનેમાગૃહો બંધ કરવા પડશે. સહશિક્ષણ બંધ કરવું પડશે. સાદાઈ, પરિશ્રમ, પરે' કાર, દયા, દાન, સદાચાર અને તપ ત્યાગના નવા જીવન પાઠો શીખવવા પડશે
ન્યાયનીતિ અને પ્રમાણિકતાથી જીવન જીવતાં શીખવવું પડશે. માતાપિતા, કલાચાર્ય અને ધર્મગુરુઓની પૂજા–સકાર કરવાનું શીખવવું પડશે.
દીનદુઃખને મદદ કરવાનું શીખવવું પડશે.
થોડામાંથી ડું પણ આપતાં શીખવવું પડશે. ખવડાવીને ખાતાં શીખવવું પડશે. પડતાને ઉભા કરવાનું શીખવવું પડશે. ચઢતાને પાડે નહિ, તેના પાઠ ભણાવવા પડશે.
હરામનું ખાવું નડુિં, જેનું ખાધું તેનું લુણ વાળવાનું શીખવવું પડશે. ઉપકારીના ઉપકારને યાદ રાખી કૃતની બનવાનું શીખવું પડશે. સેવાના સાચા પાઠ ભણાવવા પડશે.
- શું ખાવું, કેટલું ખાવું, કયારે ખાવું, શા માટે ખાવું વગેરે બાબતે પણું આજના માનવને શીખવવી પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org