________________
પડશક પ્રવચનો ૨૭
હોય તેને સારે માનવે નહિ. આમ સર્વથા પરિગ્રહ ન રાખવાની જિંદગી સુધી પ્રતિજ્ઞા કરવી તેને પાંચમું મહાત્રત કહે છે. અને છઠ્ઠ રાત્રિલે જન વિરમણ વ્રત પાળતા હોય તેને પંચ મહાવ્રતધારી કહેવાય. ,
- આ પ્રથમ લક્ષણ વગર કોઈ પણ દનિયાની મહાન ગણતી વ્યક્તિ પણ ધર્મગુરની કેટીમાં કદીયે આવી શકતી નથી. દુનિયાના ભેળા અજ્ઞાન લેકે ભલે પંચમહાવ્રતધારી વ્યક્તિ વિના પણ ધર્મગુરુ કોઈને માની બેસી જાય એથી નથી આત્મકલ્યાણ ધર્મગુરુ થઈને બેસી ગયેલી વ્યક્તિનું કે નથી કલ્યાણ તેના અનુયાયીઓનું.
ઉપરોક્ત પંચમહાવ્રતના પાલન વગર કેઈપણ વ્યક્તિ જન ધર્મમાં ધર્મગુરુ બની શકતી નથી. ગુરુતત્વ સંપૂર્ણ પાપના અને પિતા પત્નીના ત્યાગવાળું જોઈએ. મેહમાયાના બંધનથી સર્વથા મુક્ત જોઈએ.
- સ્વયં સાંસારિક મોહમાયામાં ફસાયેલા ગુરુ બીજાને શી રીતે તે માયાના બંધનોથી છોડાવી શકવાને હતો? છૂટેલે બીજાને છોડાવી શકે. માયાથી મુક્ત ગુરુ જ બીજને માયાથી મુક્ત કરી શકે. ધર્મગુર થઈને બેઠેલામાં જ સાંસારિક પૈસા પત્ની પરિવાર જમીન જાગીરનો મોહ ઠાંસીને ભર્યો શ્રેય તેવા ધર્મગુરુના ઉપદેશની અસર શ્રોતાઓ ઉપર શી થવાની હતી? આચરણ વગરનો કેવળ ઉપદેશ પાણીમાં પડેલી રેખા જેવો ક્ષણજીવી છે. ધર્મને ઉપદેશ આપનાર સંપૂનું ચારિત્રશીલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org