________________
૨૬ : ષોડશક પ્રવચન | નાના મોટા કોઈપણ જીવને મન, વચન, કાયાથી, તે મારતા નથી, બીજા પાસે કરાવતા નથી અને કોઈ મારતે હેય તે તેને સારો માનતા નથી (અનુમોદન કરતા નથી). આવી સર્વથા નવજાજીવ જીવહિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરવી તેને પ્રથમ મહાવ્રત કહેવાય છે.
નાનું કે મોટું જૂઠ મન, વચન, કાયાથી જાતે બોલતા નથી, બીજા પાસે બોલાવતા નથી અને કોઈ જૂઠ બોલતો હોય (બેલ હોય) તે તેને સારો માનતા નથી. આવી સર્વથા જૂઠ ન બોલવાની માવજજીવની પ્રતિજ્ઞા કરવી તેને બીજુ મહાવ્રત કહેવાય છે.
નાની કે મોટી ચોરી મન, વચન, કાયાથી જાતે કરતા નથી, બીજા પાસે કરાવતા નથી અને કોઈ ચોરી કરતા હોય તેને સારો માનતા નથી. આમ સર્વથા ચોરી ન કરવાની જવજજીવ સુધી પ્રતિજ્ઞા કરવી તેને ત્રીજું મહાવ્રત કહેવાય છે.
દેવી સાથે, મનુષ્ય સ્ત્રી સાથે, તિર્યંચ સ્ત્રી સાથે સર્વધા મન, વચન, કાયાથી મૈથુન ન જાત સેવવું, બીજા પાસે સેવાવવું નહિ અને કઈ મૈથુન સેવતો હોય તે સારો માને નહિ. આમ સર્વથા મૈથુન ન સેવવાની જિંદગી સુધી પ્રતિજ્ઞા કરવી તેને ચોથું મહાત્રત કહેવાય છે.
નાનો કે મોટે, અપ કે બહુ સેના ચાંદી રૂપિયા જમીન ઘર દુકાન વગેરે પરિગ્રહ મન, વચન, કાયાથી જાતે રાખવે નહિ, બીજા પાસે રખાવવો નહિ અને કોઈ પરિગ્રહ રાખતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org