________________
પ્રવચન ૪
ધર્મ અને ધર્મગુરુની પરીક્ષાને અધિકાર ચાલે છે. સાચા ધર્મની શોધ કરતાં પહેલાં સાચા ધર્મગુરુની પરીક્ષા કરવી ખાસ જરૂરી છે કારણ કે ધર્મ ધર્મગુરુ પાસેથી લેવાને છે, મેળવવાને છે, શીખવાનો છે. માટે તે શાસ્ત્રમાં કહ્યું છે કે “જુદા ધ મગુરુ વગર ધર્મ ન હોય. પણ ગુરુમાં સાચા ગુરુનાં લક્ષણ હોય તે જ તેમની પાસેથી સાચો ધર્મ મળે.
ગશાસ્ત્રના બીજા પ્રકાશમાં પૂજ્યપાદ કલિકાલ સર્વજ્ઞ સરસ્વતીલબ્ધવરદાન ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા સાચા ગુરુનું લક્ષણ બતાવતાં કહે છે કે–
महावतधरा धीरा, भैक्षमात्रोपजीविनः ।
सामायिकस्था, धर्मोपदेशका गुरवो मताः ॥ ८॥ ધર્મગુરુનાં લક્ષણે –
મહાવ્રત પાળવામાં ધીર (વીર). માધુકરી નિર્દોષ ભિક્ષાવૃત્તિથી જીવનારા, સમભાવમાં રહેલા અને શુદ્ધ વીતરાગ કથિત ધર્મને જ ઉપદેશ આપનાર ગુરુ હોય.
પ્રશ્ન :- મહાવ્રત એટલે શું ?
હિંસા, જુઠ. ચોરી, મૈથુન અને પરિગ્રહરૂપી પાપને મન, વચન, કાયાથી, ત્રિવિધ ત્રિવિધ પ્રતિજ્ઞાપૂવક જીવનપર્યત ત્યાગ કરવો તેને મહાવ્રત કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org