________________
ડશક પ્રવચને - ધર્મક્રિયાઓ એ વર્તન અને વિચારને સુધારવા માટે છે.
જે મનુષ્યના વિચાર વાણી અને વર્તનથી જગતના જીને સંતોષ, અભય અને શાંતિ મળે ત્યાં સાચે ધર્મ સમજે. - જે ધર્મમાં માંસ ઈંડાં અને દારૂને નિષેધ નથી, પરસ્ત્રીને ત્યાગ નથી, શિકાર કે જુગાર ઉપર પ્રતિબંધ નથી, ભક્ષ્યાભર્યાન, પૈયાપેયને, ગમ્યાગમ્યને વિવેક નથી, દયા, દાન તપ, ત્યાગ, બ્રહ્મચર્યનું સચોટ વિધાન નથી, પરલોકદષ્ટિ નથી, મેક્ષનું કોઈ ધ્યેય નથી, સત્ય તનું પ્રતિપાદન નથી ત્યાં સત્ય ધર્મનાં દર્શન કયાંથી થાય?
પિતાના ધર્મની જનસંખ્યા વધારવા કેટલાક ધર્મના બંધને ઢીલા કરે છે, અનુયાયીઓને ગમે તે ખાવાપીવાની, ગમે ત્યાં ફરવા હરવાની છૂટ આપે છે, ધર્મક્રિયાઓ કરવાનું બંધ કરાવે છે, તપ ત્યાગ વગર પણ ચાલશે એમ કહી પોતાના ધર્મના અનુયાયીઓ વધારવાનું આજે અમુક કહેવાતા મિથ્યા ધર્મોમાં બહુ જ વધી પડયું છે.
સગવડીઓ, કષ્ટ વગરને, તપત્યાગ અને વ્રત (નિયમના બંધન વગરને પ્રાણુવિહેણે ધર્મ કેને ન ગમી જાય?
પણ જેમ નકલી ભેળસેળવાળી દવાથી રોગ-દદ ન મટે તેમ નકલી ધર્મથી ભવરોગ, પાપગ ન મટે.'
ધર્મ તે ભવરોગને કાઢનારુ રામબાણ ઔષધ છે. પણ તે ધર્મરૂપી ઔષધ તેના મૂળ સ્વભાવે શુદ્ધ હોય તે જ ભવરગ-કર્મરોગ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org