________________
વ્યક પ્રવચને ઃ ૭ નિસ્પૃહી છે કે નહિ? પોતે કેઈ સાચા જ્ઞાની ત્યાગી ગુરુને સમર્પિત છે કે નહિ ? આવી ઝીણું બાબતે ધમ વેચવાપ્રચારવા નીકળેલાના જીવનમાં ખાસ જોવી જોઈએ.
જ્યાં અહિંસા સંયમ અને તપ હોય, ત્યાં ત્યાગ, જ્ઞાન અને બ્રહ્મચર્ય હોય, જ્યાં સાચે વિષય વિરાગ, કષાય ત્યાગ, ગુણાનુરાગ હેય, જ્યાં શુદ્ધ વીતરાગદેવ, ત્યાગી ગુરુતત્વ હોય અને સર્વ કથિત ધર્મતત્વ હોય ત્યાં તમારે સારો ધર્મ છે એમ સમજવું.
જે ધર્મમાં ઈન્દ્રિ ઉપર કાબુ મેળવવા તપ, ત્યાગ અને સંયમનું વિધાન નથી, ત્યાં ધર્મ જેવી વસ્તુ ન હોય.
જે ધર્મમાં મોક્ષનું, જન્મ-જરા મરણથી છૂટવાનું ધ્યેય નથી તે સાચે ધર્મ નથી.
જ્યાં શીલ સદાચાર સાથે દુશમનાવટ છે, જ્યાં દયા દાનની ઠેકડી ઉડાડવામાં આવતી હોય, જયાં સાચા ભાગ તપ ઉપર ભાર મૂકવામાં આવ્યું નથી, જ્યાં પાપ ન કરવાની પ્રતિજ્ઞા નથી, જ્યાં શુદ્ધ પવિત્ર વીતરાગ ભગવાનની ઉપાસના નથી, ત્યાગી ગુરુની પૂજા નથી, પવિત્ર આચાર વિચાર અને સિદ્ધાંત નથી, જ્યાં જન્મ મરણથી છૂટવાનું ધ્યેય નથી,
જ્યાં ભેગાપ્રધાન પર્વોનું આરાધન છે ત્યાં કદીયે સાચે ધર્મ હોઈ શકતા નથી.
ધર્મ એ સનાતન એવા આત્માની ચીજ છે. આત્મા અને આત્માનો ધર્મ બહારમાં નથી, પણ અંદરમાં છે. જેમ ચિત્ત નિર્મળ, હૃદય સ્વચ્છ, વિચારો ઉગ્ય અને પવિત્ર અને વર્તન સારું ત્યાં સાચો ધમ વસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org