________________
૬ પડશક પ્રવચને * માનવ જન્મ પામવાનું શ્રેષ્ઠ ફળ શુદ્ધ ધર્મનું પાલન કરવું તે છે. માટે ધર્મની બાબતમાં કદીએ છેતરાવું નહિ.
બજારમાંથી શાકભાજી ખરીદવામાં કદાચ છેતરાયા તે બે ચાર આનાનું નુકસાન થશે, વાસણ કે કપડાની ખરીદીમાં કદાચ છેતરાયા તે પચીસ-પચાસ રૂપિયાનું નુકસાન થશે, સોનાની ખરીદીમાં કદાચ છેતરાયા તે હજાર-બે હજાર રૂપિયાનું નુકસાન થશે, ઝવેરાતની ખરીદીમાં કદાચ છેતરાયા તે હજારોલાખો રૂપિયાનું નુકસાન થશે. સ્ત્રીની પરીક્ષામાં કદાચ છેતરાયા તા એક જન્મ બગડશે પણ જે ધર્મની બાબતમાં છેતરાયા તે જનમ જનમ બગડી જશે. સગતિ અને મોક્ષ દુર્લભ બની જશે. ચારાશીના ચક્કરમાં ક્યાંયે જીવ પાછો અટવાઈ પડશે. માટે બુદ્ધિમાન પુરુષે ધર્મની બરાબર પરીક્ષા કરીને સાચા ધર્મની ઉપાસના કરવી જોઈએ.
“સફેદ એટલું દૂધ અને પીળું એટલું સેનું એમ ભૂલથી માની ન લેવું.
ધમ લે ધર્મ લે” એમ બૂમ પાડી પાડીને ધર્મને વેચનારા ઘણું મળશો. પણ ધર્મનું નામ સાંભળીને એકદમ તન ખરીદવા દોડી જતા નહિ. ધર્મને વેચવા–પ્રચારવા–ફેલાવવા નીકળેલો કેવો છે? તો આચાર કે છે? તેનો ઈરાદો છે છે? તેની શ્રદ્ધા કેવી છે? અર્થકામની લાલચથી તે મુક્ત છે કે નહિ ? સંસારની મિથા હિમાયાથી તે પોતે મુક્ત છે કે નહિ? તેના પિતાના હવનમાં ધર્મનું પાલન કેટલું છે? તેના ત્રત નિયમ કેવા છે? તેના જીવનનું ધ્યેય શું છે ? પિતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org