________________
પેશક પ્રવચને ૯૯ પણુ દોષ વગરનું સામાયિક કરવું એ નિર્મળ મનોરથ કર્યો ખરો ?
સામાયિક લઈને બેઠા પછી મને દેપ, પાપ, કપાય અડી ન જાય તેની કાળજી રાખે છે ખરા? સંસારની મેહમાયા ભૂલીને કેટલાં સામાયિક ક્યાં ? સંસારને સાથે રાખીને સાચું સામાયિક નહિ થાય, બે ઘડીના સામાયિકમાં તે સંસાર ભૂલતાં શીખે.
પાપના દાવાનળમાં સળગતા આત્મા જ્ઞાનધ્યાનની શીતળતા મેળવવા માંડ માંડ સામાયિકમાં બેડે, ત્યાં પણ પાપથી સળગવાનું? સામાયિક એટલે પાપરૂપી ગુંડાઓને ભગાડવા માટેની મશીનગન છે. આ મશીનગનને ઉપયોગ કરતાં ન આવડે તે પાપરૂપી ગુંડાઓ સામાયિકમાં પણ તમને બતાવવાના. | સર્વ કથિત એક સામાયિકની કિંમત સમજે છે ખરા ? અનંત ઉપકારી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ શ્રેણીકની , નરક મીટાવવા મગધના માલિક શ્રેણીકરાજાને પૂણીયા શ્રાવકના એક સામાયિકનું ફળ લઈ આવવા કહેલું. છેવકરાજા સ્વયં ચાલીને પુણીયાને ઘેર જાય છે અને એક સામાયિકનું ફળ આપવાની માગણી કરે છે. અને જે પુણી શ્રાવક શ્રેણીકરાજાને એક સામાયિકનું ફળ આપે તે તેના બદલામાં મગધનું રાજ્ય શ્રેણીક આપે છે. છતાં તે પણ શ્રાવક મગધના રાજ્યની લાલચને વશ ન થતાં સામાયિકનું ફળ આપવાને સ્પષ્ટ ઇન્કાર કરે છે. બેલે પુણીયા શ્રાવકને મન એક સામાયિકનું કેટલું બધું મહત્વ હશે કે તેની ખાતર મેટા મગધના સામ્રાજ્યને પણ લાત મારી દીધી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org