________________
૧૦: દશક પ્રવચને - ધર્મ કરનારમાં કેવું સત્વ હેય એ અહિંયાં પુણીયા શ્રાવકના જીવનમાંથી શીખવા મળે છે. લાલ લેભી મનુષ્ય ધર્મનું રણ અવસરે કરી શકી નથી. નિસ્પૃહી મનુષ્ય એ જ વાસ્તવિક ધર્મના અધિકારી છે. ધન, સત્તા. પ્રતિષ્ઠા, વૈભવ, પરિવાર કરતાં ધર્મનું મહત્વ જેને મન વધુ હોય એ જ ધમને અધિકારી છે. ધર્મ કરતાં મનને વધુ મહત્ત્વ આપનારે ધર્મના અધિકારી છે. ધન અશાશ્વત છે, જ્યારે ધર્મ શાશ્વત અને શાન એવા સુખને આપનારી હેવા છતાં શાશ્વત કરતાં અશાશ્વતને વધુ મહત્વ આપનાર ધર્મ છે એમ કર્યો ડાહ્યો પુરુષ કહે ?
સમતિની ભૂમિકામાં આવ્યા પછી જીવ સર્વજ્ઞ વચનને–આગમવાણીને જ વાત વાતમાં આગળ કરે છે. ધર્મ અધર્મની વ્યવસ્થાનું નિયામક કેઈપણ હેય તે સર્વજ્ઞ વચન છે. મેક્ષના સાધક એવા પુણ્યાત્માએ સર્વજ્ઞવચનને સારી રીતે ગુરુગમથી જાણવું જોઈએ. વારંવાર તેનું પરિશીલન કરવું જોઈએ. પરિશીલન કરીને તને નિર્ણય કરે જોઈએ કે ત્રિભુવનમાં સર્વત્ર વચન એ જ સાર છે, એ જ પરમાર્થ છે, બાકીનું બધું અનર્થકારી છે
આખા વિધવતી જડચતન પદાર્થોનું યથાર્થ પ્રતિપાદન કરનાર હોય તે સર્વજ્ઞ વચન છે. પદાર્થની–તત્વની સાચી ઓળખ સર્વજ્ઞ વચન સિવાય થઈ શકતી નથી. અનંત ધર્મમક પ્રત્યેક પદાર્થની ઓળખ સર્વજ્ઞ વચન દ્વારા જ થઈ શકે છે.
જિના ગમે એટલે સર્વજ્ઞ વચનને સંગ્રહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org